Meta CEO: માર્ક ઝકરબર્ગ પણ છોડવાના છે કંપની, રાજીનામાના રિપૉર્ટ પર આપ્યું નિવેદન

23 November, 2022 03:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સતત ફેઇલ થતાં કંપનીના પ્રૉજેક્ટ્સ બાદ મોટા ફેરફારની તૈયારી ચાલી રહી છે, જો કે માર્ક ઝકરબર્ગના રાજીનામાના રિપૉર્ટને મેટાના પ્રવક્તાએ ફગાવી દીધી છે. મેટાના કૉમ્યુનિકેશન હેડ એન્ડી સ્ટોને રાજીનામાના રિપૉર્ટને અફવા જણાવી છે.

માર્ક ઝકરબર્ગ (ફાઈલ તસવીર)

Metaના સીઈઓ માર્ક ઝકરબર્ગે (Meta CEO Zuckerberg) તાજેતરમાં 11,000 લોકોને નોકરીમાંથી કાઢ્યા છે. આ છટણીને લઈને માર્કે માફી પણ માગી છે અને હવે પોતે માર્ક ઝકરબર્ગના રાજીનામાના સમાચાર છે. રિપૉર્ટ પ્રમાણે માર્ક ઝકરબર્ગ આવતા વર્ષે 2023માં રાજીનામું આપી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે સતત ફેઇલ થતાં કંપનીના પ્રૉજેક્ટ્સ બાદ મોટા ફેરફારની તૈયારી ચાલી રહી છે, જો કે માર્ક ઝકરબર્ગના રાજીનામાના રિપૉર્ટને મેટાના પ્રવક્તાએ ફગાવી દીધી છે. મેટાના કૉમ્યુનિકેશન હેડ એન્ડી સ્ટોને રાજીનામાના રિપૉર્ટને અફવા જણાવી છે.

ધ લીક નામની વેબસાઈટે પોતાના રિપૉર્ટમાં માર્ક ઝકરબર્ગના કંપની છોડવાનો દાવો કર્યો છે. રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે કે માર્ક ઝકરબર્ગે મેટાવર્સ (metaverse) પ્રૉજેક્ટ પર પાણીની જેમ પૈસો વહાવ્યો, પણ રિઝલ્ટ નથી આવતું. આ સિવાય કંપનીને સતત નુકસાન પણ થઈ રહ્યું છે. માર્ક ઝકરબર્ગના VR પ્રૉજેક્ટને પણ માર્કેટમાંથી ખાસ રિસ્પૉન્સ નથી મળી રહ્યું.

આ પહેલા ગયા મહિને ફાઈનાન્શિયલ ટાઈમ્સે પોતાના રિપૉર્ટમાં કહ્યું હતું કે મેટાના નિવેશક હવે માર્ક ઝકરબર્ગ પર વિશ્વાસ નથી કરી રહ્યા. મેટામાં ઇન્વેસ્ટ કરનારાની સંખ્યા હવે બમણાંથી ઓછી થઈ ગઈ છે.

આ પણ વાંચો : મેટા ચાલ્યું ટ્વિટરની રાહે: હજારો લોકોની નોકરી પર લટકતી તલવાર, શૅરમાં બોલાયો કડાકો

કહેવામાં આવી રહ્યું છે કે મેટાવર્શ જેવા પ્રૉજેક્ટના ફેઇલ થવા અને ઇન્વેસ્ટના ગયા બાદ માર્ક ઝકરબર્ગ પોતાને જવાબદાર માને છે. મેટાવર્સને કારણે મેટાનું સ્ટૉક 70 ટકાથી વધારે પડ્યા છે, જો કે, રિપૉર્ચમાં એ પણ કહેવામાં આવી રહ્યું છે કે માર્કનું રાજીનામું માત્ર એક પીઆર સ્ટન્ટ છે.

international news technology news tech news facebook mark zuckerberg