જાણો કોણ છે આ ખૂબસૂરત મહિલા જે બની છે કટ્ટરપંથીઓ માટે મુસીબત!

14 September, 2019 03:44 PM IST  |  રિયાદ

જાણો કોણ છે આ ખૂબસૂરત મહિલા જે બની છે કટ્ટરપંથીઓ માટે મુસીબત!

જાણો કોણ છે આ ખૂબસૂરત મહિલા જે બની છે કટ્ટરપંથીઓ માટે મુસીબત!

રિયાદ શૉપિંગ મૉલની બહાર હાઈ હીલ સાથે ટાઈટ ઓરેન્ડ ટોપ અને ટ્રાઉઝર પહેરેલી મહિલાએ સઊદી અરબમાં અનેક કટ્ટરપંથીઓને ચેલેન્જ આપી રહી છે. જેનું કારણ છે કે તેમની વેસ્ટર્ન સ્ટાઈલની ડ્રેસ અને ઈસ્લામની ઓળખ અબાયા ન પહેરવાનું છે. આ મહિલાનું નામ મશેલ અલ જાલોદ છે. રિયાદ મિશેલના આઉટફિટને જોઈને ચોંકી જનારા લોકોમાંથી માત્ર પુરૂષો જ નહીં પરંતુ યુવાન મહિલાઓ પણ સામેલ હતી.

હ્યુમન રિસોર્સ સ્પેશિયાલિસ્ટ છે મશેલ
મશેલે ભવિષ્યમાં લેવામાં આવનારા સંભવિત નિર્ણયને પોતાના પર અત્યારથી જ લાગૂ કરી દીધો છે. તે હ્યુમન રિસોર્સ સ્પોશિયાલિસ્ટ છે અને અબાયા સહિત તમામ એવા કપડાઓની વિરુદ્ધમાં છે જે તે ઈચ્છે તે રીતે જીવવામાં બાધા નાખી રહ્યું હતું. આ કારણથી કટ્ટરપંથીઓના ભવા ચડી ગયા છે. મશેલની વાત કરીએ તો તે સઊદી અરબની મહિલાઓની નવી ઓળખ બની રહી છે. જે સમયે તે મૉલની બહાર નીકળી ત્યારે તેણે તમામ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. એક મહિલાએ તેને રોકીને ત્યાં સુધી પુછી લીધું કે, શું તેઓ મોડેલ છે. જેના પર તેમનો જવાબ હતો કે તે મોડેલ નથી. માત્ર એક સાદી સઊદી મહિલા છે અને પોતાની ઈચ્છાથી જીવવા માંગે છે.

અબાયાને આપી વિદાય
મશેલે અબાયાને કેટલાક સમય પહેલા જ હંમેશા માટે વિદાય આપી દીધી હતી. સઊદીમાં મહિલાઓને નવી ઓળખ અપાવનાર લોકોમાં અબાયા એકલા નથી, છેલ્લા ચાર મહિનાથી અબાયા વગર સઊદીના રસ્તાઓ પર ફરી રહ્યા છે. તેમનું પણ કહેવું છે કે તેઓ ખુલીને જીવવા માંગે છે. જેમાં કોઈ બંધનો ન હોય.

કડક કાયદાઓ
મહત્વનું છે કે અબાયા અનેક વર્ષોથી મુસ્લિમ મહિલાઓની ઓળખ રહ્યું છે. સઊદી અરબની વાત કરીએ તો ત્યાં રહેતી અને મુસ્લિમ ન હોય તેવી મહિલાઓ માટે પણ અબાયા જરૂરી છે. વર્તમાનમાં પણ તેને લઈને કડક કાયદો છે. મશેલના પ્રમાણે નિયમોના કારણે જ તેમને જુલાઈમાં એક મૉલમાં નહોતા જવા દેવામાં આવ્યા.

આ પણ જુઓઃ જ્યારે ઓજસ રાવલે ટોરેન્ટોની ધરતી સજીવન કર્યા ગાંધીજીને....

અબાયા માટે કેમ કરવામાં આવે છે મજબૂર
મશેલ સઊદીના એ કાયદાઓની સામે ભડાસ કાઢે છે. તેમનું કહેવું છે કે સઊદીમાં નિકી મિનાજને સર આંખો પર બેસાડવામાં આવે છે, જે પોતાની ઈમેજ માટે અને અંગ પ્રદર્શન માટે જાણવામાં આવે છે. ત્યાં જ તેમને જબદરસ્તી અબાયા પહેરીને રહેવા માટે મજબૂર કરવામાં આવે છે.

saudi arabia