ઇટલી થયું માસ્ક-મુક્ત : વૅક્સિનેશન સફળ

23 June, 2021 09:50 AM IST  |  Rome | Gujarati Mid-day Correspondent

૨૮ જૂનથી જાહેરમાં માસ્ક પહેરવો ફરજિયાત નહીં હોવાની જાહેરાત

પ્રતીકાત્મક તસવીર

ગયા વર્ષે કોરોના રોગચાળામાં અસાધારણ પ્રમાણમાં જાનમાલનું નુકસાન સહન કરનારા યુરોપિયન દેશ ઇટલીની સરકારે ૨૮ જૂનથી જાહેરમાં માસ્ક પહેરવો ફરજિયાત નહીં હોવાની જાહેરાત ગયા સોમવારે કરી હતી. આવતા સોમવારથી ઇટલી વિશ્વના માસ્ક ફ્રી દેશોમાં સામેલ થશે. છ કરોડ લોકોની વસતીમાં ૧૨ વર્ષથી વધુ ઉંમરના વયજૂથના લોકોની સંખ્યાના ૩૦ ટકા એટલે કે ૧.૨ કરોડ ઇટૅલ્યન નાગરિકો રસી લઈ ચૂક્યા હોવાથી ‘વાઇટ લેબલ’ ક્ષેત્ર (માસ્ક-મુક્ત વિસ્તારો)નો વ્યાપ વધ્યો છે.

coronavirus covid19 international news italy rome