20 May, 2025 11:59 AM IST | Jerusalem | Gujarati Mid-day Correspondent
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ
ઇઝરાયલીસેનાએ સતત પાંચ દિવસ ગાઝા પર ભયાનક હુમલો કરતાં ૩૦૦થી વધુ લોકોનાં મોત થયાં છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ગાઝા પટ્ટી અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે ઇઝરાયલ ગાઝા પર નિયંત્રણ સ્થાપિત કરશે એટલે કે તેઓ ગાઝા પર સંપૂર્ણ કબજો મેળવી લેશે. નેતન્યાહુએ ટેલિગ્રામ પર એક વિડિયો પોસ્ટ કરીને કહ્યું છે કે ‘યુદ્ધ ખૂબ ગંભીર છે અને અમે આગળ વધી રહ્યા છીએ. અમે ગાઝા પટ્ટીના તમામ વિસ્તારો પર કબજો કરી લઈશું. અમે હાર નહીં માનીએ. સફળતા મેળવવા માટે અમારે એવું કામ કરવું પડશે જેને અટકાવી ન શકાય. ઇઝરાયલી સેનાએ ગાઝામાં મોટા પાયે નવું અભિયાન હાથ ધર્યું છે.