ઇઝરાયલ, જર્મની અને ફ્રાન્સમાં સરકારની વિરુદ્ધ લોકોનો આક્રોશ

28 March, 2023 11:27 AM IST  |  Jerusalem | Gujarati Mid-day Correspondent

ફ્રાન્સ અને ઇઝરાયલમાં વિરોધ-પ્રદર્શનમાં ભારે હિંસા જોવા મળી રહી છે

ઇઝરાયલના તેલ અવિવમાં ગઈ કાલે જુડિશ્યલ સિસ્ટમમાં ફેરફાર કરવાના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સરકારના પ્લાનની વિરુદ્ધ વિરોધ-પ્રદર્શન દરમ્યાન હાઇવેને બ્લૉક કરી રહેલા પ્રદર્શનકર્તાઓને વિખેરવા માટે વૉટર કૅનનનો ઉપયોગ કરતી ઇઝરાયલની પોલીસ.

ઇઝરાયલ, ફ્રાન્સ અને જર્મની એમ ત્રણેય દેશમાં જુદાં-જુદાં કારણસર લોકોનો ગુસ્સો એના લીડર્સ પર ફૂટી નીકળ્યો છે. લોકો રસ્તાઓ પર ઊતરી આવ્યા છે. ફ્રાન્સ અને ઇઝરાયલમાં વિરોધ-પ્રદર્શનમાં ભારે હિંસા જોવા મળી રહી છે, જ્યારે જર્મનીમાં ગઈ કાલે હડતાળના કારણે રેલ અને ટ્રેન સર્વિસ ખોરવાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. 

ઇઝરાયલમાં સરકાર વિરોધી પ્રદર્શન ઉગ્ર બન્યું, હવે ડિપ્લોમૅટ્સ પણ જોડાયા ઇઝરાયલ અત્યારે એના ઇતિહાસમાં સૌથી ગંભીર ઘરેલુ કટોકટીનો સામનો કરી રહ્યું છે. ન્યાય વ્યવસ્થામાં ફેરફાર કરવાના સરકારના પ્લાનને લઈને હંગામો મચી ગયો છે. 

આ પણ વાંચો: ઝાકિર નાઈકે ઓમાનમાં ભારતની વિરુદ્ધ ઝેર ઓક્યું, હિન્દુ મહિલાને મુસ્લિમ બનાવી

હવે સરકારના આ પ્લાનની વિરુદ્ધની હડતાળમાં વિદેશોમાં ઇઝરાયલના મિશનોમાં ડિપ્લોમૅટ્સ પણ જોડાયા છે. આ મિશન્સમાં હવે માત્ર ઇમર્જન્સી સર્વિસ જ પૂરી પાડવામાં આવી રહી છે. આ વર્ષની શરૂઆતથી જ સરકારની વિરુદ્ધ વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે. જોકે હવે આ વિરોધ-પ્રદર્શનનું પ્રમાણ અને તીવ્રતા વધ્યાં છે. 

 હજારો લોકો તેલ અવિવ અને અન્ય શહેરોના રસ્તાઓ પર ઊતરી આવ્યા છે. પોલીસ અને પ્રદર્શન કરનારાઓ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે.

international news israel france germany