ISISએ લીધી શ્રીલંકા હુમલાની જવાબદારી, હુમલામાં થયા હતા 310નાં મોત

23 April, 2019 05:03 PM IST  |  રૉયટર્સ

ISISએ લીધી શ્રીલંકા હુમલાની જવાબદારી, હુમલામાં થયા હતા 310નાં મોત

ISISએ લીધી ક્રાઈસ્ટ ચર્ચ હુમલાની જવાબદારી

શ્રીલંકામાં કરવામાં આવેલા શ્રેણીબદ્ધ હુમલાની જવાબદારી ISISએ લીધું છે. રવિવારે ઈસ્ટર સન્ડેના દિવસે સાત વિસ્ફોટ થયા હતા. સોમવારે પણ એક વિસ્ફોટ થયો હતો. ઈસ્ટરના દિવસે ચર્ચ અને ફાઈવ સ્ટાર હોટેલોને નિશાન બનાવવામાં આવી હતી. જેમાં 310થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ હુમલાનું ષડયંત્ર રચવા માટે અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.

ક્રાઈસ્ટચર્ચ હુમલાનો બદલો લેવાનું ષડયંત્ર!
શ્રીલંકાના ઉપ રક્ષા મંત્રી રૂવાન વિજયવર્ધને સંસદમાં હુમલા પાછળ ક્રાઈસ્ટચર્ચ હુમલાનો બદલો લેવાનું કારણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે પ્રારંભિક તપાસમાં એવું સામે આવ્યું છે કે આ ક્રાઈસ્ટચર્ચ હુમલાનો બદલો હતો.

આ પણ વાંચોઃ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં વધુ એક વિસ્ફોટ, અત્યાર સુધીમાં 290નાં મોત

ક્રાઈસ્ટચર્ચ હુમલામાં થયા હતા 50 લોકોનાં મોત
ગયા મહીને ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં એક ઓસ્ટ્રેલિયાના બંદૂકધારી બ્રેંટન ટેરંટે બે મસ્જિદોમાં અંધાધુંધ ગોળીબારી કરી હતી. આ હુમલામાં 50 લોકોનાં મોત થઈ ગયા હતા. આ હુમલા સમયે મસ્જિદમાં મોટા પ્રમાણમાં લોકો હાજર હતા.

sri lanka world news