૨૦૨૩માં કુરાનની પ્રત બાળનાર ખ્રિસ્તી ઇરાકી સલવાન મોમિકાની સ્વીડનમાં હત્યા

31 January, 2025 10:58 AM IST  |  stockholm | Gujarati Mid-day Correspondent

કોમી રમખાણ ભડકાવવાનો આરોપ લાગ્યો છે અને સ્ટૉકહોમની કોર્ટ તેને આ કેસમાં સજા સંભળાવવાની છે એ પહેલાં આ ઘટના બની છે.

ખ્રિસ્તી ઇરાકી સલવાન મોમિકા

૨૦૨૩માં વારંવાર મુસ્લિમોના પવિત્ર ગ્રંથ કુરાનની કૉપી બાળનારા ખ્રિસ્તી ઇરાકી સલવાન મોમિકાની સ્વીડનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેની સામે કોમી રમખાણ ભડકાવવાનો આરોપ લાગ્યો છે અને સ્ટૉકહોમની કોર્ટ તેને આ કેસમાં સજા સંભળાવવાની છે એ પહેલાં આ ઘટના બની છે. તેના કૃત્યને કારણે મુસ્લિમ દેશોમાં મોટા પાયે રોષ ફાટી નીકળ્યો હતો.

sweden iraq christianity religion Crime News news international news world news