ઈરાન સામે અમેરિકા સપ્ટેમ્બર સુધી લડવાની તૈયારીમાં છે?

07 March, 2026 11:03 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

જો એવું થશે તો નોસ્ટ્રાડામસની ૭ મહિનાના યુદ્ધની ભવિષ્યવાણી સાચી પડશે

યુદ્ધની ફાઇલ તસવીર

અમેરિકા સપ્ટેમ્બર સુધી ઈરાન સામે યુદ્ધ લડવાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલ છે, જે સમયરેખા નૉસ્ટ્રડામસની ૭ મહિનાના યુદ્ધની ભવિષ્યવાણી સાથે સુસંગત છે. પેન્ટાગૉને ઈરાનમાં ઓછામાં ઓછા ૧૦૦ દિવસ સુધી કામગીરીને ટેકો આપવા માટે એના ફ્લૉરિડા મુખ્યાલયમાં ગુપ્તચર અધિકારીઓની સંખ્યામાં વધારો કર્યો છે, જે સપ્ટેમ્બર સુધી પણ લંબાવી શકાય છે.

ફ્રેન્ચ મનોવિજ્ઞાની નૉસ્ટ્રડામસે ૧૫૫૫માં પ્રકાશિત થયેલા તેમના પુસ્તક લેસ પ્રોફેટીઝમાં ૭ મહિનાના યુદ્ધની ચેતવણી આપી હતી. જો યુદ્ધ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે તો તેમની ભવિષ્યવાણી સાચી પડશે.

અગાઉ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનમાં યુદ્ધ ચારથી પાંચ અઠવાડિયાં સુધી ચાલશે. જોકે સૈન્ય દેખીતી રીતે લાંબી સમયરેખાને ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યું છે, કારણ કે સંઘર્ષ ગલ્ફ દેશોમાં ફેલાઈ રહ્યો છે. 

united states of america iran israel international news world news news