Iran Seized Ship: ઇરાને ઇઝરાયલી જહાજ પર કર્યો કબજો, અંદર હતાં 17 ભારતીયો

13 April, 2024 09:32 PM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

Iran Seized Ship: UAEથી ભારત આવી રહેલા એક જહાજ પર ઇરાન દ્વારા કબજો કરી લેવામાં આવ્યો છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર આ જહાજમાં 17 જેટલા ભારતીય ક્રૂ મેમ્બર્સ સામેલ હતા.

જહાજની પ્રતીકાત્મક તસવીર

તમને જણાવી દઈએ કે અત્યારે ઈઝરાયેલ સાથે ઈરાન વચ્ચે ખૂબ જ ખરાબ સંબંધો ચાલી રહ્યા છે. આ વચ્ચે એક એવા સમાચાર સામે આવ્યા છે કે UAEથી ભારત આવી રહેલા એક જહાજને ઇરાને કબજે (Iran Seized Ship) કરી લીધું છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર આ જહાજમાં 17 જેટલા ભારતીય ક્રૂ મેમ્બર્સ સામેલ હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર આ જહાજનું નામ MSC Aris છે. જેના માલિક ઈઝરાયેલના અબજોપતિ ઈયલ ઓફર છે. આ ઘટનાના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હેલિકોપ્ટર દ્વારા આવેલા ઈરાની સેનાના કમાન્ડોએ આ જહાજને કબજે (Iran Seized Ship) કરી લીધું હતું. આ જહાજ પર પોર્ટુગલનો રાષ્ટ્રધ્વજ લહેરાતો હતો. આ જહાજ લંડન સ્થિત કંપની Zodiac Maritime સાથે સંકળાયેલું છે. 

પ્રાપ્ત અહેવાલો અનુસાર ઈરાનની નેવીએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે ઓમાનની ખાડીમાં ભારત તરફ આવી રહેલા ઈઝરાયેલના અબજોપતિના આ જહાજને પકડી લીધું હતું. અને આ જહાજને પહેલા ઈઝરાયેલના જહાજ પર હેલિકોપ્ટર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઈરાની નેવીએ તેને કબજે (Iran Seized Ship) કરી લીધો હતો.

સીરિયામાં ઈરાની કોન્સ્યુલેટ પર 12 દિવસ પહેલા ઈઝરાયેલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ હવે ઈરાનની નેવીએ આ કાર્યવાહી કરી છે. તમને જણાવી દઈએ કે 1 એપ્રિલે સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાની કોન્સ્યુલેટ પર યુદ્ધ વિમાનો દ્વારા હુમલો પણ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC)ના અલ-કુદસ દળના વરિષ્ઠ કમાન્ડર સહિત ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા હતા.

ઈરાને આ બાબતે જણાવ્યું હતું કે જહાજ ખાડીમાં ઝિઓનિસ્ટ શાસન (ઈઝરાયેલ) સાથે સંબંધિત છે. શિપિંગ ટ્રાફિકને ટ્રૅક કરતી બે વેબસાઇટ્સે જણાવ્યું હતું કે MSC Aries એ પોર્ટુગીઝ-ધ્વજવાળું કન્ટેનર જહાજ છે અને તે ગલ્ફમાં હોવાનું જાણવા મળ્યું હતું.  આ સાથે જ પ્રાપ્ત અહેવાલો અનુસાર સેપાહ (ગાર્ડ્સ) નેવી સ્પેશિયલ ફોર્સ દ્વારા હેલિબોર્ન ઓપરેશન હાથ ધરીને `MCS Aries` નામના કન્ટેનર જહાજને કબજે (Iran Seized Ship) કરી લીધું હતું. 

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનાં સંઘર્ષમાં ભારતીયોણો મરો થઈ રહ્યો છે

ઈરાને ઈઝરાયેલના જહાજને કબજે (Iran Seized Ship) કરવાની ઘટના એવા સમયે અંજામ આપી છે એનાં લગભગ બે સપ્તાહ પહેલા થયેલા હુમલાને કારણે બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે. 1 એપ્રિલે સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાનના કોન્સ્યુલેટ પર મિસાઈલ હુમલો થયો હતો. આ હુમલામાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના વરિષ્ઠ કમાન્ડર જનરલ મોહમ્મદ રેઝા ઝાહેદી અને તેમના નાયબ સહિત સાત ઈરાની લશ્કરી અધિકારીઓ માર્યા ગયા હતા. ઈરાને આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવીને પરિણામ ભોગવવાની ધમકી આપી હતી.

international news iran israel portugal london