08 October, 2025 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આ પ્રોગ્રામમાં ઇન્સ્ટાગ્રામ પર કન્ટેન્ટ બનાવતા ક્રીએટર્સમાંથી બેસ્ટ ક્રીએટર્સને સન્માનિત કરવામાં આવશે. આ અવૉર્ડ્સ આપવા માટે કોઈ લાઇવ કાર્યક્રમ આયોજિત નહીં કરવામાં
આવે પણ વિજેતાઓને સ્પેશ્યલ રિંગ એટલે કે વીંટી આપવામાં આવશે. આ વીંટી ઇંગ્લૅન્ડની પ્રસિદ્ધ ફૅશન-ડિઝાઇનર ગ્રેસ વલ્સ બોનર દ્વારા બનાવવામાં આવી હશે. અવૉર્ડ તરીકે કોઈ રોકડ પુરસ્કાર પણ નહીં આપવામાં આવે. વિજેતાઓને પોતાની રિંગની એક ડિજિટલ કૉપી પણ મળશે જે તેઓ સોશ્યલ મીડિયા પર શૅર કરી શકશે.
કરોડો યુઝર્સમાંથી માત્ર ૨૫ બેસ્ટ ક્રીએટર્સને આ અવૉર્ડ મળશે. વિજેતાઓને તેમના પ્રોફાઇલ બૅકગ્રાઉન્ડ બદલવાની સુવિધા પણ મળશે. આ ખાસ ફીચર તેમના માટે ઉમેરવામાં આવ્યું છે. વિજેતાઓની પસંદગી ઇન્સ્ટાગ્રામના હેડ અને અન્ય જાણીતા કલાકારો મળીને કરશે. કંપનીએ આશા વ્યક્ત કરી છે કે આ પ્રોગ્રામ દર વર્ષે યોજી શકાશે. ૧૬ ઑક્ટોબરે વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે.