15 November, 2026 01:04 PM IST | Britain | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બ્રિટનની યુનિવર્સિટી ઑફ ચેસ્ટરમાં ભણતા ૨૭ વર્ષના ભારતીય વિદ્યાર્થી બિલાલ કાઝીને ૭૦ જેટલી સગીરાઓનું યૌન શોષણ અને બ્લૅકમેઇલ કરવા બદલ કોર્ટે ૩૦ વર્ષની જેલની સજા ફટકારી છે. બિલાલે ઑગસ્ટ ૨૦૨૧થી ઑગસ્ટ ૨૦૨૫ વચ્ચે ૧૦થી ૧૭ વર્ષની ઉંમરની કિશોરીઓ અને ટીનેજરોને નિશાન બનાવી હતી. તેણે સ્નૅપચૅટ અને વિંક જેવી ઍપ્સ પર ૧૪ વર્ષના શ્વેત બ્રિટિશ છોકરા ‘રીસ’ તરીકે પોતાની ઓળખ આપીને સગીરાઓને ફસાવી હતી.
બિલાલે આ છોકરીઓને પ્રેમજાળમાં ફસાવીને તેમની પાસે અંગત ફોટો અને વિડિયો મગાવ્યા હતા. જ્યારે કોઈ છોકરી ફોટો મોકલવાની ના પાડતી ત્યારે તે અગાઉ મોકલેલા ફોટો પરિવાર અને મિત્રોને મોકલી દેવાની ધમકી આપતો હતો. કેટલાક કિસ્સાઓમાં તો તેણે પીડિતાઓનાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ પણ હૅક કર્યાં હતાં. ૨૦૨૧માં એક પીડિતાએ પોલીસમાં ફરિયાદ કરી એ પછી આ સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો હતો.
જુલાઈ ૨૦૨૩માં હીથ્રો ઍરપોર્ટ પરથી બિલાલની ધરપકડ કરવામાં આવી હતી. તેણે કોર્ટમાં બ્લૅકમેઇલિંગ અને યૌન શોષણ સહિતના ૩૭ ગુનાની કબૂલાત કરી હતી.