18 August, 2025 06:58 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
૭૯મા સ્વતંત્રતાદિન નિમિત્તે ૧૫ ઑગસ્ટે અમેરિકાના સીએટલ શહેરમાં પ્રતિષ્ઠિત સ્પેસ નીડલ પર ભારતીય ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો
ભારતના ૭૯મા સ્વતંત્રતાદિન નિમિત્તે ૧૫ ઑગસ્ટે અમેરિકાના સીએટલ શહેરમાં પ્રતિષ્ઠિત સ્પેસ નીડલ પર ભારતીય ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો. સ્પેસ નીડલ ૧૯૬૨માં વિશ્વ મેળા માટે બનાવવામાં આવ્યું હતું. આ ૬૦૫ ફુટ ઊંચો ટાવર યુનાઇટેડ સ્ટેટ્સ પૅસિફિક નૉર્થવેસ્ટ ક્ષેત્રના ટેક્નૉલૉજી-આધારિત ભવિષ્યનું પ્રતીક છે. આ ટાવર પર પહેલી વાર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો.