US રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે મહાભિયોગ પ્રસ્તાવ પાસ,સત્તાનો દુરઉપયોગનો આરોપ

19 December, 2019 12:07 PM IST  |  Washington DC

US રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે મહાભિયોગ પ્રસ્તાવ પાસ,સત્તાનો દુરઉપયોગનો આરોપ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. ટ્રમ્પ વિરૂદ્ધ નિચલા ગૃહમાં મહાભિયોગની કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ઇતિહાસમાં ત્રીજા રાષ્ટ્રપતિ છે જેમની વિરૂદ્ધ મહાભિયોગની કાર્યવાહી થઇ છે.

ટ્રમ્પ વિરૂદ્ધ બે આરોપો લાગ્યા
તમને જણાવી દઇએ કે ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ માટે નીચલા ગૃહમાં બે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા હતા. પહેલા પ્રસ્તાવમાં ટ્રમ્પ પર સત્તાનો દુરઉપયોગ કરવાનો આરોપ હતો. બીજા પ્રસ્તાવમાં તેમના વિરુદ્ધ મહાભિયોગની સુનાવણી દરમિયાન સંસદના કામમાં અડચણ ઉભી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. બંને પ્રસ્તાવ પર વોટિંગ દરમિયાન ડેમોક્રેટ્સે ટ્રમ્પ વિરુદ્ધ અને રિપબ્લિકને ટ્રમ્પના પક્ષમાં વોટિંગ કર્યું હતું.

151 વર્ષના ઈતિહાસમાં ત્રીજી વાર રાષ્ટ્રપતિ વિરુદ્ધ સીનેટમાં મહાભિયોગ પ્રસ્તાવ આવશે
રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ હવે સીનેટમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવશે. જોકે 100 સીટ વાળા સીનેટમાં રિપબ્લિકન પાર્ટી બહુમતીમાં છે. તેમના 53 સાંસદ છે અને ડેમોક્રેટ પાર્ટી પાસે 47 સાંસદ છે. ઉચ્ચ સદનમાં ટ્રમ્પને હટાવવા માટે ડેમોક્રેટ્સને બે તૃતિયાંશ બહુમતની જરૂર છે. એટલે કે ટ્રમ્પ વિરુદ્ધ અંદાજે 67 સાંસદોએ વોટ કરવા પડશે, જે ખૂબ મુશ્કેલ છે. 151 વર્ષના ઈતિહાસમાં ટ્રમ્પ પહેલાં બે રાષ્ટ્રપતિ- એન્ડ્ર્યૂ જોનસન અને બિલ ક્લિન્ટન વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ સીનેટમાં પહોંચ્યા હતા. બંને નેતાઓને સીનેટમાં સમર્થન મળ્યું હતું.

આ પણ જુઓ : ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં આ સ્ટાર્સ રહ્યા હાજર, જુઓ ફોટોઝ

ટ્રમ્પને હટાવવા મુશ્કેલ છે
મહત્વનું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ  વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પાસ તો થઈ ગયો છે પરંતુ તેમને ખુરશી પરથી હટાવવા મુશ્કેલ છે. મહાભિયોગનો પ્રસ્તાવ નીચલા ગૃહમાં પાસ થઈ ગયા બાદ હવે ઉપલા ગૃહ સેનેટમાં કેસ ચાલશે અને સેનેટમાં તેમની પાર્ટીને બહુમત છે. અત્રે જણાવવાનું કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકન પાસે  બહુમત નથી. અહીં ડેમોક્રેટ્સનો દબદબો છે.

world news donald trump united states of america