23 August, 2025 12:54 PM IST | Colombo | Gujarati Mid-day Correspondent
શ્રીલંકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ રાનિલ વિક્રમસિંઘ પત્ની સાથે
રાજ્યના ભંડોળના દુરુપયોગના આરોપસર શ્રીલંકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ રાનિલ વિક્રમસિંઘેની ગઈ કાલે ધરપકડ કરવામાં આવી હતી. ૭૬ વર્ષના વિક્રમસિંઘેની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) મુખ્યાલય ખાતે ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેમને સરકારી ભંડોળના કથિત દુરુપયોગની તપાસના સંદર્ભમાં નિવેદન નોંધાવવા માટે સમન્સ મોકલવામાં આવ્યો હતો.
વિક્રમસિંઘે પર આરોપ છે કે તેઓ એક સત્તાવાર કાર્યક્રમ પછી અમેરિકાથી પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમની પત્નીના ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજ્યના ખર્ચે ઇંગ્લૅન્ડ ગયા હતા. સપ્ટેમ્બર ૨૦૨૩માં પત્ની પ્રોફેસર મૈત્રીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા વિક્રમસિંઘે ઇંગ્લૅન્ડ ગયા હતા.