✕

બ્રાઝિલની ચૂંટણી હાર્યા બાદ ફ્લાવિયો બોલ્સોનારો ધરપકડથી બચવા અમેરિકા ભાગી ગયા

29 October, 2026 10:33 AM IST  |  Brazil | Gujarati Mid-day Correspondent

૪૫ વર્ષના ફ્લાવિયોએ પોતાના પિતા અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારોની જેમ જ પોતાની હાર સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો

ફ્લાવિયો બોલ્સોનારો

બ્રાઝિલના રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સામે હાર્યા બાદ જમણેરી નેતા ફ્લાવિયો બોલ્સોનારો ધરપકડથી બચવા અમેરિકા ભાગી ગયા છે. ૪૫ વર્ષના ફ્લાવિયોએ પોતાના પિતા અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારોની જેમ જ પોતાની હાર સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેમની સામે ચાલી રહેલા મની-લૉન્ડરિંગ અને ફોજદારી ગુનાઓની તપાસને કારણે બ્રાઝિલની સુપ્રીમ ફેડરલ કોર્ટે તેમના દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમને સામાન્ય અને ડિપ્લોમૅટિક પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ અપાયો હતો, પરંતુ તેમણે આ આદેશની અવગણના કરી હતી.

અહેવાલો મુજબ ૨૭ ઑક્ટોબરે રાત્રે ફ્લાવિયો પત્ની અને બે પુત્રીઓ સાથે આર્જેન્ટિના અને એક્વડૉર થઈને અમેરિકાના ફ્લોરિડા રાજ્યના માયામી પહોંચી ગયા હતા. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે પુષ્ટિ કરી હતી કે ફ્લાવિયો અને તેમના પરિવારને અમેરિકામાં પ્રવેશ માટે વીઝા આપવામાં આવશે. ડોનલ્ડ ટ્રમ્પના સમર્થનને કારણે બોલ્સોનારો પરિવાર માટે અમેરિકા સુરક્ષિત આશ્રયસ્થાન રહ્યું છે. 

international news world news brazil