ટ્રમ્પના ફ્લૉરિડા રિસૉર્ટના ઍરસ્પેસમાં ઘૂસી ગયેલાં ત્રણ સિવિલિયન વિમાનને F-16 ફાઇટરોએ ખદેડી મૂક્યાં

03 March, 2025 08:30 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

એમને હટાવવા માટે નૉર્થ અમેરિકન ઍરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (NORAD)એ F-16 ફાઇટર જેટ ઉડાવ્યાં હતાં.

ડોનલ્ડ ટ્રમ્પના ફ્લૉરિડાના પામ બીચ પર આવેલા માર એ લાગો રિસૉર્ટના ઍરસ્પેસમાં ત્રણ સિવિલિયન વિમાનો ઘૂસી ગયાં હતાં

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના ફ્લૉરિડાના પામ બીચ પર આવેલા માર એ લાગો રિસૉર્ટના ઍરસ્પેસમાં ત્રણ સિવિલિયન વિમાનો ઘૂસી ગયાં હતાં જેમને હટાવવા માટે F-16 ફાઇટર જેટને ઉડાડવામાં આવ્યાં હતાં. સવારે ૧૧.૦૫ અને બપોરે ૧૨.૧૦ વાગ્યે અને ૧૨.૫૦ વાગ્યે આ વિમાનો ઘૂસી આવ્યાં હતાં. એમને હટાવવા માટે નૉર્થ અમેરિકન ઍરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (NORAD)એ F-16 ફાઇટર જેટ ઉડાવ્યાં હતાં.

united states of america donald trump white house international news news world news