રશિયન અને ઈરાની તેલ ખરીદવા પર મળેલી છૂટ પૂરી

17 April, 2026 10:31 AM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

અમેરિકાના નાણાપ્રધાન સ્કૉટ બેસન્ટે છૂટ આગળ લંબાવવાની ના પાડી દેતાં ભારતની મુશ્કેલી વધશે

પ્રતીકાત્મક તસવીર

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને કારણે વૈશ્વિક બજારમાં તેલના ભાવ સ્થિર રાખવા માટે અમેરિકાએ એક મહિના માટે રશિયન અને ઈરાની તેલ ખરીદવાની પાબંદી હટાવી લીધી હતી. જોકે આ છૂટ એક મહિના માટે જ હતી. હવે અમેરિકાએ આ છૂટ આગળ વધારવાની ના પાડી દીધી છે. અમેરિકાના નાણાપ્રધાન સ્કૉટ બેસન્ટે ગઈ કાલે એક પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે રશિયન તેલ ખરીદવાની છૂટ ૧૧ એપ્રિલે પૂરી થઈ ચૂકી છે અને ઈરાની તેલ ખરીદવા પરની છૂટ ૧૯ એપ્રિલે પૂરી થશે. રશિયન ઑઇલ માટે અપાયેલી છૂટને હવે રિન્યુ નહીં કરવામાં આવે. આ છૂટ માત્ર એ તેલ માટે હતી જે કાચું તેલ ઑલરેડી સમુદ્રમાં ટૅન્કરોમાં ભરાયેલું હતું. એક મહિનાના સમયમાં એનો ઉપયોગ થઈ ચૂક્યો છે.

અમેરિકાના આ નિર્ણયથી ભારતીય રિફાઇનરીઓની મુશ્કેલી વધી શકે છે. માર્ચ મહિનામાં ભારતે રશિયા પાસેથી લગભગ ૬૦ મિલ્યન બૅરલ તેલ ખરીદ્યું હતું.

international news world news iran united states of america russia petroleum