કતરમાં નેવીના 8 ફૉર્મર જવાનોને કૉર્ટે સંભળાવી સજા, આ છે વિદેશ મંત્રાલયનું નિવેદન

26 October, 2023 07:33 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Death Penalty: ભારતીય નૌસેનાના જવાન રહી ચૂકેલા આઠ લોકોને કતર કૉર્ટના જાસૂસીના કેસમાં ફાંસીની સજા સંભળાવવા પર ભારતીય વિદેશ મંત્રાલે કહ્યું કે અમે કાયદાકીય ટીમના સંપર્કમાં છીએ.

નેવીની પ્રતીકાત્મક તસવીર

Death Penalty: ભારતીય નૌસેનાના જવાન રહી ચૂકેલા આઠ લોકોને કતર કૉર્ટના જાસૂસીના કેસમાં ફાંસીની સજા સંભળાવવા પર ભારતીય વિદેશ મંત્રાલે કહ્યું કે અમે કાયદાકીય ટીમના સંપર્કમાં છીએ.

કતરમાં નૌસેનાના પૂર્વ 8 જવાનોને કૉર્ટે ગુરુવારે (26 ઑક્ટોબર)ના જાસૂસી મામલે ફાંસીની સજા સંભળાવવામાં આવી. આને લઈને ભારતીય વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યું કે મૃત્યુની સજાના નિર્ણયથી અમે પણ ચિંતિત છીએ અને વિસ્તૃત નિર્ણયની કૉપીની અમે રાહ જોઈ રહ્યા છીએ.

મંત્રાલયે કહ્યું, "અમે પરિવારના સભ્યો અને કાયદાકીય ટીમના સંપર્કમાં છીએ અને તમામ કાયદાકીય વિકલ્પોની તપાસ કરી રહ્યા છીએ." અમે આ બાબતને ખૂબ જ મહત્વપૂર્ણ માનીએ છીએ અને તેના પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. તમામ કોન્સ્યુલર અને કાયદાકીય સહાય પૂરી પાડવાનું ચાલુ રાખીશું. આ નિર્ણયને કતરના સત્તાધીશો સામે પણ ઉઠાવીશું.

વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે આ આઠ લોકો કતર સ્થિત અલ દહરા કંપનીમાં (Al Dahra Company) કામ કરે છે. હકીકતે, આ આઠ ભારતીયો ગત વર્ષ ઓક્ટોબર 2022થી કતરમાં (Qatar) કેદ છે.

વિદેશ મંત્રાલયે શું કહ્યું?
વિદેશ મંત્રાલયે કહ્યું કે આ મામલે કાર્યવાહીની ગોપનીય પ્રકૃતિને કારણે હાલ કોઈ અન્ય ટિપ્પણી કરવી યોગ્ય નહીં હોય. કતરમાં ભારતના રાજદૂતે રાજનાયિક પહોંચ મળ્યા બાદ એક ઑક્ટોબરે જેલમાં બંધ આ ભારતીયો સાથે મુલાકાત કરી હતી.

આરોપ શું છે?
ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે, કતરે નૌસેનાના પૂર્વ જવાનો પર આરોપ મૂક્યો છે કે તે સબમરીન પ્રોગ્રામને લઈને જાસૂસી કરી રહ્યા હતા. ભારત તેમને કાઉન્સેલર એક્સેસ દ્વારા છોડાવવાના પ્રયત્નોમાં લાગેલું હતું.

indian navy qatar india national news international news world news