એલન મસ્કની ટ્વિટર સ્ટાફને ચેતવણી: અઠવાડિયામાં 80 કલાક કરવું પડશે કામ, નહીં મળે આ સુવિધાઓ

11 November, 2022 04:18 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

હવે ટ્વિટર સ્ટાફને ઑફિસમાં મફત ભોજન નહીં મળે

ફાઇલ તસવીર

એલન મસ્ક (Elon Musk)ને ટ્વિટર (Twitter)ના બોસ બન્યાને હજી બે અઠવાડિયા જ થયા છે અને આ દરમિયાન ટ્વિટરમાં મોટા ફેરફારો થયા છે. ટ્વિટરે પહેલાં મોટા પાયે પોતાના સ્ટાફની છટણી કરી અને હવે ટ્વિટરમાં રાજીનામું આપનાર લોકોની લાઇન લાગી ગઈ છે. દરમિયાન, એલન મસ્કે ટ્વિટરના સ્ટાફને ઘણી ચેતવણીઓ આપી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ટ્વિટરના કર્મચારીઓને દર અઠવાડિયે 80 કલાક કામ કરવું પડશે. આ સાથે ઑફિસમાં મળતી સુવિધાઓમાં પણ કાપ મૂકવામાં આવ્યો છે.

હવે ટ્વિટર સ્ટાફને ઑફિસમાં મફત ભોજન નહીં મળે. એલન મસ્કે એ પણ સ્પષ્ટ કર્યું છે કે કોરોના મહામારી દરમિયાન જે કર્મચારીઓ તેમના ઘરેથી કામ કરતાં તે સુવિધા પણ નાબૂદ કરવામાં આવી છે. આ બાબતથી વાકેફ વ્યક્તિના જણાવ્યા અનુસાર, એલન મસ્કે કહ્યું કે, “જો તમે આવવા માગતા ન હોવ, તો તમારું રાજીનામું સ્વીકાર્ય છે.”

એલન મસ્કની ભવિષ્ય અને નાણાકીય સ્થિતિ વિશે વાત કરતાં, તેણે કહ્યું છે કે “કંપનીને $8 સબસ્ક્રિપ્શન પ્રોડક્ટ બનાવવાની જરૂર છે. એલન મસ્કે કંપનીની આર્થિક સ્થિતિને ટાંકીને કર્મચારીઓને ટ્વિટર નાદાર થવાનો ડર પણ દર્શાવ્યો હતો.”

એલન મસ્કની માલિકીની ટ્વિટરમાં ગુરુવારે જ્યારે મુખ્ય સુરક્ષા અધિકારીઓએ તેમના રાજીનામાની જાહેરાત કરી ત્યારે અરાજકતા વધુ ઊંડી બની. આ કારણે ટ્વિટરને યુએસ રેગ્યુલેટર તરફથી ગંભીર ચેતવણી મળી છે. ટ્વિટરમાં વિવાદાસ્પદ નવા ફીચર્સ લોન્ચ થયાના એક દિવસ બાદ આ રાજીનામું આવ્યું છે.

ટેસ્લા અને સ્પેસએક્સના માલિક એલન મસ્ક દ્વારા ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદ્યા પછી આ સુવિધાઓ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: મૉલદીવ્ઝની આગમાં ૮ ભારતીયોએ જીવ ગુમાવ્યા

international news elon musk twitter