Elon Muskએ ટ્વિટરના ઇમ્પ્લૉઈઝ સાથે કરી વાતચીત, બન્યા ટ્વિટરના બૉસ?

27 October, 2022 06:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હેડક્વૉર્ટર પહોંચ્યાની થોડીવાર પછી તેમણે પોતાનો ટ્વિટર બાયો અપડેટ કર્યો. તેમણે પોતાના બાયોમાં `Chief Twit` લખ્યું છે. આથી થોડીવાર પહેલા જ એલન મસ્કે ટ્વિટરની વાહવાહી કરતા એક ટ્વીટ કર્યું હતું.

એલન મસ્ક (ફાઈલ તસવીર)

Twitter અને એલન મસ્કની (Elon Musk) ડીલ (Deal) હવે એક નવા વળાંક પર છે. બુધવારે એલન મસ્ક (Elon Musk) સીધું ટ્વિટરના (Twitter) હેડક્વૉર્ટસ સેન ફ્રાન્સિસ્કો પહોંચી ગયા. હેડક્વૉર્ટરનો એક વીડિયો પણ તેમણે ટ્વીટ કર્યું છે, જેનું કૅપ્શન છે `Twitter HQમાં પ્રવેશ કરતા  લે દેટ સિંગ ઈન!` વીડિયોમાં એલન મસ્કના હાથમાં એક સિંક પણ દેખાય છે.

હેડક્વૉર્ટર પહોંચ્યાની થોડીવાર પછી તેમણે પોતાનો ટ્વિટર બાયો અપડેટ કર્યો. તેમણે પોતાના બાયોમાં `Chief Twit` લખ્યું છે. આથી થોડીવાર પહેલા જ એલન મસ્કે ટ્વિટરની વાહવાહી કરતા એક ટ્વીટ કર્યું હતું.

તેમણે લખ્યું કે ટ્વિટર વિશે એક સારી વાત એ છે કે આણે સિટીઝન પત્રકારિતાને મજબૂત બનાવી છે. આ પહેલા જ ટ્વિટરે કન્ફર્મ કર્યું હતું કે એલન મસ્ક આ અઠવાડિયે તેની ઑફિસ જવાના છે.

જો કે, આ સિવાય કંપનીએ કોઈ અન્ય માહિતી આપી નથી. આ વર્ષની શરૂઆતમાં એલન મસ્કે ટ્વિટરને ખરીદવાની ઑફર આપી હતી. તેમણે એપ્રિલમાં ટ્વિટર ડીલની શરૂઆત કરી હતી. શરૂઆતમાં મસ્કે ટ્વિટરમાં 9 ટકા ભાગીદારી ખરીદી હતી. જેની પછી ટ્વિટરે તેમણે બૉર્ડમાં સામેલ થવાની ઑફર આપી હતી.

ડીલ પર ખૂબ જ થયો ડ્રામા
પણ મસ્કે તે ઑફરનો સ્વીકાર નહીં કર્યો અને પછીથી ટ્વિટરને ખરીદવાની ઑફર આપી દીધી. એલન મસ્કે 44 અરબ ડૉલરમાં ટ્વિટર ખરીદવાની ઑફર આપી હતી. જો કે, પછીથી તેમણે આ ડીલને હોલ્ડ અને પછી કેન્સલ કરી દીધી. ડીલને હોલ્ડ કરવાનું કારણ બૉટ્સની સંખ્યા હતી.

આ પણ વાંચો : શા માટે ઇલૉન મસ્કને ટ્‌વિટર ખરીદવાની ઇચ્છા ફરી જાગી?

એલન મસ્ક અને ટ્વિટર CEO  પરાગ અગ્રવાલ આ વાત પર ઝગડી પડ્યા હતા. ટ્વિટરે પોતાની ફાઈલિંગમાં જણાવ્યું હતું કે તેમના પ્લેટફૉર્મ પર ફક્ત 5 ટકા જ બૉટ અકાઉન્ટ્સ છે, જ્યારે મસ્ક આની સંખ્યા વધારે જજણાવે છે. પછીથી ટ્વિટર આ ડીલને પૂરી કરવા માટે કૉર્ટટ જઈ પહોંચ્યું. જો કે, ફરી એકવાર એલન મસ્ક ટ્વિટર ડીલ પૂરી કરવાની ઑફર આપી છે. તેમણે પહેલાવાળી કિંમત પર જ ટ્વિટર ખરીદવાની ઑફર આપી છે.

international news elon musk twitter