Elon Muskએ Twitterના CEO પરાગ અગ્રવાલને ખસેડ્યા, એક અધિકારીને કઢાવ્યો બહાર

28 October, 2022 12:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સિયાન વર્ષ 2012થી આ કંપની સાથે જોડાયેલા હતા. બ્લૂમબર્ગ પ્રમાણે કંપનીના માલિક બનવાની સાથે જ એલન મસ્કનો પહેલો હેતુ નેતૃત્વ બદલવાનો છે.

પરાગ અગ્રવાલ (ફાઈલ તસવીર)

ટ્વિટરના (Twitter) નવા માલિક બનતા જ એલન મસ્કે (Elon Musk) આ સોશિયલ મીડિયા કંપનીના (Social Media Company) ચાર ઉચ્ચ કાર્યકારી અધિકારીઓને પણ ખસેડી દીધા છે. જેમાં ભારતીય મૂળના સીઇઓ પરાગ અગ્રવાલ, કાયદાકીય મામલે કાર્યકારી અધિકારી વિજય ગડ્ડે, મુખ્ય નાણાંકીય અધિકારી નેડ સહગલ અને જનરલ કાઉન્સિલ સિયાન એજેટ છે. મામલે પરિચિત લોકો પ્રમાણે, સિયાન એજેટને બિલ્ડિંગની બહાર કાઢવામાં આવ્યા છે. સિયાન વર્ષ 2012થી આ કંપની સાથે જોડાયેલા હતા. બ્લૂમબર્ગ પ્રમાણે કંપનીના માલિક બનવાની સાથે જ એલન મસ્કનો પહેલો હેતુ નેતૃત્વ બદલવાનો છે.

શૅરધારકોને પ્રતિ શૅર $54.20નું પેમેન્ટ કરવામાં આવશે, અને ટ્વિટર હવે એક ખાનગી કંપની તરીકે કામ કરશે. તમને જણાવવાનું કે અમેરિકાની ડેલાવેર કૉર્ટે એલન મસ્ક અને ટ્વિટરની કાયદાકીય લડાઈ પર થોડોક સમય માટે વિરામ મૂકતા ટ્વિટર ખરીદીની ડીલ પૂરું કરવા માટે એલન મસ્કને 28 ઑક્ટોબર 2022 સાંજે પાંચ વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. જે તેમણે હવે પૂરો કરી લીધો છે.

અગ્રવાલને ગયા વર્ષે નવેમ્બરમાં કંપનીના સહ સંસ્થાપક જેક ડોર્સીના રાજીનામાં બાદ ટ્વિટરના સીઈઓ નિયુક્ત કરવામાં આવ્યા હતા. ભારતીય પ્રૌદ્યોગિતી સંસ્થાન (IIT), બૉમ્બે અને સ્ટેનફૉર્ડ યૂનિવર્સિટીમાંથી સ્ટડી કરી ચૂકેલા અગ્રવાલે એક દાયકાથી વધારે સમય પહેલા ટ્વિટરમાં નોકરી શરૂ કરી હતી. તે સમયે કંપનીમાં 1,000થી પણ ઓછા કર્મચારી હતા.

આ પણ વાંચો : Elon Muskએ ટ્વિટરના ઇમ્પ્લૉઈઝ સાથે કરી વાતચીત, બન્યા ટ્વિટરના બૉસ?

`ન્યૂયૉર્ક ટાઈમ્સ`ના રિપૉર્ટ પ્રમાણે, "ગયા વર્ષે ટ્વિટરના સીઈઓ નિયુક્ત કરવામાં આવેલા અગ્રવાલનો મસ્ક સાથે સાર્વજનિક અને ખાનગી રૂપે વાદવિવાદ થયો હતો. મસ્કે `કન્ટેન્ટ મૉડરેશન` (ઑનલાઈ સામગ્રીનું નિરીક્ષણ અને છાંટણીની પ્રક્રિયા) મામલે ગડ્ડેની ભૂમિકાની પણ સાર્વજનિક રૂપે ટીકા કરી હતી."

international news elon musk twitter