મસ્કે ટ‍્વિટર પર પોસ્ટ્સ વાંચવા માટેની ડેઇલી લિમિટ લાદી

03 July, 2023 10:41 AM IST  |  San Francisco | Gujarati Mid-day Correspondent

મસ્કે શનિવારે નિયંત્રણ વિશે જણાવ્યું હતું કે અનવેરિફાઇડ અકાઉન્ટ્સ ટેમ્પરરી રોજની ૬૦૦ પોસ્ટ્સ જ જોઈ શકશે,

ઇલૉન મસ્ક

ટ‍્વિટરના બૉસ ઇલૉન મસ્કે યુઝર્સ રોજ કેટલી ટ્વીટ્સ જોઈ શકે એની લિમિટ લાદી છે. મસ્કે જણાવ્યું છે કે આ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર કીમતી ડેટાની સુરક્ષા માટે તેમણે આ નિયંત્રણ મૂક્યું છે. હવે આ સાઇટ પર ટ્વીટ્સ અને પ્રોફાઇલ્સ જોવા માટે લોકોએ લૉગ-ઇન કરવું પડશે.  
મસ્કે શનિવારે નિયંત્રણ વિશે જણાવ્યું હતું કે અનવેરિફાઇડ અકાઉન્ટ્સ ટેમ્પરરી રોજની ૬૦૦ પોસ્ટ્સ જ જોઈ શકશે, જ્યારે ​વેરિફાઇડ અકાઉન્ટ્સ ૬,૦૦૦ જેટલી પોસ્ટ્સ જોઈ શકશે. જોકે ટ્વિટર પર તેમની ટીકા થયા બાદ તેમણે અનવેરિફાઇડ અકાઉન્ટ્સ માટે આ મર્યાદા વધારીને ૮૦૦ પોસ્ટ્સ, જ્યારે વેરિફાઇડ અકાઉન્ટ્સ માટે ૮,૦૦૦ પોસ્ટ્સ કરી હતી. જોકે આખરે તેમણે અનવેરિફાઇડ અકાઉન્ટ્સ માટે વ્યુ લિમિટ ૧,૦૦૦, જ્યારે વેરિફાઇડ અકાઉન્ટ્સ માટે ૧૦,૦૦૦ ટ્વીટ્સની રાખી હતી.  

elon musk twitter international news san francisco