midday

તિબેટવાસીઓ અકળાયા : ચીન અમારી ઓળખને નષ્ટ કરી રહ્યું છે

11 December, 2023 09:19 AM IST  |  બીજિંગ | Gujarati Mid-day Correspondent

ચીન સતત પ્રૉપગૅન્ડા ચલાવતું રહે છે. હવે એણે તિબેટની સાથે એમ જ કર્યું છે. ચીનના મીડિયામાં તિબેટ માટે શીઝૅન્ગ નામ આપવામાં આવ્યું છે, જેને લઈને તિબેટના લોકોમાં ખૂબ નારાજગી છે.
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

બીજિંગ : ચીન સતત પ્રૉપગૅન્ડા ચલાવતું રહે છે. હવે એણે તિબેટની સાથે એમ જ કર્યું છે. ચીનના મીડિયામાં તિબેટ માટે શીઝૅન્ગ નામ આપવામાં આવ્યું છે, જેને લઈને તિબેટના લોકોમાં ખૂબ નારાજગી છે. તેઓ કહી રહ્યા છે કે ચીન અમારી ઓળખ નષ્ટ કરી રહ્યું છે.  વાસ્તવમાં ચીને એક વાઇટ પેપર ઇશ્યુ કર્યું છે, જેને ટાઇટલ આપવામાં આવ્યું છે કે ‘નવા યુગમાં શીઝૅન્ગમાં શાસન બાબતે સીપીસી (કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇના)ની ની​તિઓ-અપ્રોચ અને અચીવમેન્ટ્સ’. જેમાં પ્રેસિડન્ટ શી જિનપિંગના શાસનમાં તિબેટમાં થયેલાં વિકાસ કામો વિશે જણાવાયું છે. 
નોંધપાત્ર છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચીન દ્વારા તિબેટ પર અનેક વાઇટ પેપર ઇશ્યુ કરવામાં આવ્યાં છે. જોકે પહેલી વખત ચીને તિબેટ માટે શીઝૅન્ગ નામનો ઉપયોગ કર્યો છે. એક્સપર્ટ્સ અનુસાર આ રીતે નામમાં ચેન્જ સૂચવે છે કે ચીન તિબેટના સાર્વભૌમત્વ પર અધિકાર મેળવવા ઇચ્છે છે. નોંધપાત્ર છે કે ૧૦ નવેમ્બરે વાઇટ પેપર રિલીઝ થયું ત્યારથી ૮ ડિસેમ્બર સુધીમાં ચીનની સરકારી ન્યુઝ એજન્સી શિન્હુઆએ ઇંગ્લિશ ભાષાની વેબસાઇટ પર ૧૨૮ આર્ટિકલ્સમાં તિબેટ માટે શીઝૅન્ગ શબ્દનો ઉપયોગ કર્યો છે. 

Whatsapp-channel
tibet china beijing international news national news