01 August, 2025 10:10 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent
ચીનમાં વિનાશક પૂર
ગઈ કાલે ચીનના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લીધે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને ચીનની રાજધાની બીજિંગમાં રોડ-રસ્તા જળબંબાકાર થતાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. શહેરમાં અનેક સ્થળે ભારે તારાજી સર્જાઈ હતી.
પાછલા ઘણા દિવસોથી ભારે વરસાદને લીધે ચીનમાં હજારો લોકોએ સ્થળાંતર કરવું પડ્યું છે. અત્યાર સુધી આ વરસાદને લીધે ઓછામાં ઓછા ૪૪ લોકો મૃત્યુ પામ્યા હોવાની અને ૯ જેટલા લોકો ગુમ હોવાની માહિતી આવી હતી. જાનમાલના ભારે નુકસાન સામે સ્થાનિક પ્રશાસને સ્વીકાર્યું હતું કે આટલા ભારે વરસાદ સામે લડવા માટે તેમની કોઈ પૂર્વતૈયારી નહોતી.