02 June, 2025 08:16 AM IST | Hanoi | Gujarati Mid-day Correspondent
ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમૅન્યુઅલ મૅક્રૉનને તેમની પત્ની બ્રિજિટ થપ્પડ મારી રહી છે એવા વાઇરલ થયેલા વિડિયોની તસવીર
વિયેટનામના હનોઇમાં ફ્લાઇટમાંથી નીચે ઊતરતી વખતે ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમૅન્યુઅલ મૅક્રૉનને તેમની પત્ની બ્રિજિટ થપ્પડ મારી રહી છે એવા વાઇરલ થયેલા વિડિયો વિશે રશિયન પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું હતું કે જો કોઈ પત્ની તેના પતિને થપ્પડ મારે છે તો તે ક્યારેય કોઈ કારણ વગર મારતી નથી, પરંતુ એની સાથે અમારે કોઈ લેવાદેવા નથી.
અગાઉ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે પણ મૅક્રૉનને મસ્તીમાં સલાહ આપી હતી કે હવેથી દરવાજો બંધ છે કે નહીં એની ખાતરી કરી લેતા જજો.