બ્રાઝિલમાં હૉટ-ઍર બલૂન ક્રૅશ થઈ ગયું, ૮ જણના જીવ ગયા

23 June, 2025 06:55 AM IST  |  Brasília | Gujarati Mid-day Correspondent

બલૂનમાં આગ લાગી ગઈ હતી અને પછી એમાંથી હવા નીકળી ગઈ હતી અને એ જમીન પર પટકાયું હતું.

હૉટ-ઍર બલૂન ક્રૅશ થયું

બ્રાઝિલના સૅન્ટા કૅટરિના રાજ્યમાં આવેલા પ્રાયા ગ્રૅન્ડે શહેરમાં ગઈ કાલે એક હૉટ-ઍર બલૂન ક્રૅશ થયું હતું, આ દુર્ઘટનામાં ૮ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હૉટ-ઍર બલૂનમાં પાઇલટ સહિત ૨૧ જણ હતા. ૧૩ લોકોનો આ ક્રૅશમાં બચાવ થયો હતો. આ દુર્ઘટના કૅમેરામાં ઝડપાઈ ગઈ હતી અને એનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. બલૂનમાં આગ લાગી ગઈ હતી અને પછી એમાંથી હવા નીકળી ગઈ હતી અને એ જમીન પર પટકાયું હતું.

ઈરાનથી પાછા આવ્યા ભારતીયો

ભારતના નાગરિકો માટે ઈરાને ઍરસ્પેસ ખોલ્યા પછી ઑપરેશન સિંધુ અંતર્ગત કેટલાક લોકો ગઈ કાલે દિલ્હી પહોંચ્યા હતા. એ વખતે તેમના હાથમાં તિરંગો હતો.

brazil fire incident news international news world news viral videos social media