અમેરિકામાં હાહાકાર... SVB અને સિગ્નેચર બેન્ક ડૂબી, ફસાઈ શકે છે વધુ 110 બેન્ક

23 March, 2023 06:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અમેરિકાના (America) બેન્કિંગ સંકટની (Banking Crisis) હજી ટળવાનું નામ નથી લઈ રહ્યું. છેલ્લા બે અઠવાડિયામાં અમેરિકામાં 2 બેન્કો પર તાળું લાગી ગયું છે. પણ અમેરિકાની અનેક બીજી બેન્કો પર પણ આ સંકટ ઘેરાતું જોવા મળે છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

અમેરિકાના (America) બેન્કિંગ સંકટની (Banking Crisis) હજી ટળવાનું નામ નથી લઈ રહ્યું. છેલ્લા બે અઠવાડિયામાં અમેરિકામાં 2 બેન્કો પર તાળું લાગી ગયું છે. પણ અમેરિકાની અનેક બીજી બેન્કો પર પણ આ સંકટ ઘેરાતું જોવા મળે છે. એવામાં શક્યતા છે કે સિલિકૉન વેલી બેન્ક અને સિગ્નેચર બેન્ક ડૂબ્યા બાદ અમેરિકાનું બેન્કિંગ સંકટ હજી પણ કેટલીક બેન્કો પર ઘેરાઈ શકે છે. આ કંઈ નાનો મોટો આંકડો નથી. શંકા છે કે જો સ્થિતિમાં સુધારો નહીં થાય તો અમેરિકાની લગભગ 110 બેન્ક સિલિકૉન વેલી બેન્ક અને સિગ્નેચર બેન્ક જેવા સંકટમાં ફસાઈ શકે છે.

સરકારી મદદ છતાં બેન્ક પર જોખમ!
બેન્કિંગ સંકટને ઉકેલવા માટે અમેરિકા સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વ બેન્કોને 250 અરબ ડૉલરની નાણાંકીય મદદ આપવામાં આવી છે. પણ સરકારની આ ભારે ભરખમ મદદ બાદ પણ બેન્કના શૅરમાં સતત ઘટાડાનું વલણ જોવા મળે છે. જો કે, અમેરિકાની ટ્રેજરી સચિવ જેનેટ યેલેન આ મુદ્દે સરકારનો બચાવ કરતા કહી રહ્યાં છે કે કેટલીક બેન્કોના ડૂબવાથી સંપૂર્ણ બેન્કિંગ સિસ્ટમને ફેઈલ જાહેર ન કરી શકાય. તેમણે વિશ્વાસ અપાવ્યો છે કે અમેરિકાની બેન્કિંગ સિસ્ટમ મક્કમતાથી ઊભી છે.

સરકાર બની બેન્કોની સપૉર્ટ સિસ્ટમ!
અમેરિકાની નાણાંમંત્રી જેનેટ યેલેને સિલિકૉન વેલી બેન્ક અને સિગ્નેચર બેન્કના ડૂબ્યા બાદ બેન્કિંગ સેક્ટર પરના જોખમની વાતને ફગાવતા કહ્યું કે કેટલીક બેન્કોના નિષ્ફળ થવાથી અમેરિકન બેન્કિંગ સિસ્ટમની મક્કમતા પર આની કોઈ અસર નહીં થાય. યેલેને દાવો કર્યો છે કે બેન્કિંગ સેક્ટરની સ્થિતિ હવે સ્થિર થવા માંડી છે. યેલેને અમેરિકન બેન્કર્સ એસોસિએશનના એક કાર્યક્રમમાં આ બેન્કોના ડૂબ્યા બાદ પેદા થયેલી શક્યતાઓને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. પણ આની સાથે જ યેલેને ચેતવ્યું છે કે આ સંકટ નહીં થોભે તો આગળ જતાં નાણાંકીય સ્થિરતા માટે જોખમ પેદા થઈ શકે છે.

અમેરિકન બેન્કિંગ સિસ્ટમની બીજી સૌથી મોટી નિષ્ફળતા!
કેલિફૉર્નિયાના સેન્ટા ક્લારા સ્થિત સિલિકૉન વેલી બેન્ક (SVB) 10 માર્ચના ફેઈલ થઈ ગઈ હતી. બેન્કની નાણાંકીય સ્થિતિને લઈને ચિંતાગ્રસ્ત જમાકર્તા પોતાની રકમ કાઢવા માટે લાઈનમાં લાગી ગયા હતા. આ અમેરિકન બેન્કિંગ સેક્ટરના ઈતિહાસમાં 2008માં લીમન બ્રધર્સના ફેઈલ થયા બાદ બીજી સૌથી મોટી બેન્ક નિષ્ફળતા હતી. તેના થોડાંક દિવસ બાદ બેન્કિંગ રેગ્યુલેટર્સે ન્યૂયૉર્ક સ્થિત સિગ્નેચર બેન્કના પણ ફેઈલ થવાની જાહેરાત કરી દીધી. રેગ્યુલેટર્સે કહ્યું કે આ બન્ને બેન્કોના બધા ખાતાધારકોની રકમ ફેડરલ ડિપૉઝિટ ઈન્શ્યોરન્સ હેઠળ આવશે.

ફર્સ્ટ રિપબ્લિક બેન્કને ડૂબવાથી બચાવી
ગયા અઠવાડિયે સેન ફ્રાન્સિસ્કો સ્થિત ફર્સ્ટ રિપબ્લિક બેન્ક પણ ડૂબવાના આરે પહોંચી ગયો હતો. પણ અમેરિકાને 11 બેન્કોએ મળીને 30 અરબ ડૉલરની મદદથી આને ફેઈલ થવાથી બચાવી લીધા હતા. આ સ્થિતિને ધ્યાનમાં રાખતા અમેરિકન સરકાર પણ સતર્ક થઈ ગઈ છે અને બેન્કિંગ સિસ્ટમ પ્રત્યે લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનો પ્રયત્ન કરી રહી છે. SVBના ડૂબવાના કેસની તપાસ ન્યાય વિભાગ અને પ્રતિભૂતિ આયોગ કરે છે. આ સિવાય અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને ક્ષેત્રીય બેન્કો સાથે જોડાયેલા નિયમોને કડક કરવા માટે સંસદની બેઠક પણ બોલાવી છે.

આ પણ વાંચો : છંટણીને લઈને 1400 કર્મચારીઓએ લખ્યા પત્ર, Google CEOને કરી માગ

અમેરિકન સરકાર સ્થિતિ સંભાળવામાં લાગી
અમેરિકન નાણાંકીય મંત્રી જેનેટ યેલેને કહ્યું કે અમેરિકન બેન્કિંગ સિસ્ટમના સંરક્ષણ માટે સરકારી હસ્તક્ષેપ જરૂરી હતી અને જરૂર પડ્યે આગળ પણ આ પ્રકારના પગલાં ઉઠાવી શકે છે. તેમણે કહ્યું કે જો નાના નાણાંકીય સંસ્થાઓના ડિપૉઝિટ કાઢવા માંડે છે તો આ પ્રકારના પગલાં ઉઠાવવાના જરૂરી રહેશે. તેમણે કહ્યું કે ડિપૉઝિટર્સની જમા અને બેન્કિંગ સિસ્ટમને સુરક્ષિત રાખવા માટે સરકાર બધા જરૂરી પગલા લેવા માટે પ્રતિબદ્ધ છે. અમેરિકન નાણાંકીય મંત્રીને આ અઠવાડિયે સંસદની બે સમિતિઓ સામે રજૂ થવાનું છે જ્યાં તેમને આ મામલે સવાલ-જવાબ કરવામાં આવી શકે છે. ગયા અઠવાડિયે પણ તે ઉચ્ચ સદન સીનેટની નાણાંકીય સમિતિ સામે રજૂ થઈ હતી.

international news united states of america