24 December, 2025 08:04 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીર
પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરે લિબિયાની લિબિયન નૅશનલ આર્મીને JF-17 ફાઇટર જેટ સહિત મોટાં શસ્ત્રોના વેચાણનો પ્રચાર કરતી વખતે દાવો કર્યો હતો કે ઑપરેશન સિંદૂરમાં ભારત સાથેની લડાઈમાં પાકિસ્તાનનાં સશસ્ત્ર દળોએ ૯૦ ટકા સ્વદેશી ટેક્નૉલૉજીનો ઉપયોગ કર્યો હતો અને રફાલ, Su-30, MiG-29, મિરાજ 2000 અને S-400 સિસ્ટમોને સફળતાપૂર્વક તોડી પાડ્યાં હતાં.
વાઇરલ થયેલા એક વિડિયોમાં મુનીરને એમ કહેતા સાંભળી શકાય છે કે ‘ભારત સાથેના અમારા તાજેતરના યુદ્ધમાં અમે અમારી પાકિસ્તાની ટેક્નૉલૉજી દુનિયાને બતાવી. એમાંથી ૯૦ ટકા સ્વદેશી પાકિસ્તાની ટેક્નૉલૉજી હતી. એ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને પાકિસ્તાની વાયુસેનાએ રફાલ, સુખોઈ 30, મિગ-29, મિરાજ 2000 અને S400ને તોડી પાડ્યાં હતાં.’