ભારત-અમેરિકા વચ્ચે બીજી 2+2 બેઠક: ટેકનોલોજી અને ડિફેન્સના ત્રણ કરાર થયા

19 December, 2019 10:52 AM IST  |  Washington DC

ભારત-અમેરિકા વચ્ચે બીજી 2+2 બેઠક: ટેકનોલોજી અને ડિફેન્સના ત્રણ કરાર થયા

ભારત અને અમેરિકા વચ્ચે બીજી 2+2 બેઠક યોજાઇ હતી. જેમાં સુરક્ષાના મુદ્રાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. સુરક્ષાના આ મુદ્રામાં આતંકવાદનો મુદ્રો મહત્વનો હતો. આ બેઠકમાં બંને દેશો વચ્ચે ટેકનોલોજી અને ડિફેન્સના મહત્વના ગણાતા ત્રણ મુદ્રાઓ પર કરાર થયા હતા.

રાજનાથ સિંહ અને વિદેશમંત્રી જયશંકરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી મુલાકાત
ભારત અને અમેરિકા વચ્ચે થયેલી આ બેઠક બાદ ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ અને વિદેશમંત્રી એસ. જયશંકરે વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. રાજનાથે કહ્યું કે બંને દેશોની વચ્ચે ઘણાં આંતરરાષ્ટ્રીય દ્વિપક્ષીય મુદ્દાઓ, આતંકવાદની વિરુદ્ધ અભિયાન અને પાકિસ્તાન તરફથી સતત મળી રહેલી ધમકીઓ પર ચર્ચા થઈ. બંને દેશો સુરક્ષા અને વૈશ્વિક હિતો પર સહકાર આપવા એકમત છે. રક્ષા ટેકનીકના હસ્તાંતરણને ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી અનેક્સ નામ આપવામાં આવ્યું છે. રાજનાથે જણાવ્યું કે તેનાથી ભારત અને અમેરિકાની વચ્ચે ગોપનીય ટેકનીક અને માહિતનું આદાન-પ્રદાન કરવામાં આવશે.



બંને દેશો વચ્ચે મહત્વની ટેકનોલોજીના સહ-ઉત્પાદન અને સહ-વિકાસની ક્ષમતા વધશે
બેઠક બાદ અમેરિકાના રક્ષા સચિવ માર્ક ગ્રોફે કહ્યુ કે, ડિફેન્સ ટેકનોલોજી અને વેપાર પહેલ બાબતે ભારત સાથે અમારા સંબંધ આગળ વધી રહ્યા છે. આજે અમને ઔદ્યોગિક સુરક્ષા કરાર (ISA) ને અંતિમ રૂપ આપવા પર ગર્વ છે, જે અમારા ડિફેન્સ ઉદ્યોગો વચ્ચે સહયોગ, મહત્વની ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીના સુરક્ષિત હસ્તાંતરણને મંજુરી આપે છે. અમે ડિફેન્સ ટેકનોલોજી અને વ્યાપાર વધારવા માટે ત્રણ કરારને અંતિમ રૂપ આપ્યું છે, જે આગામી સમયમાં બંને દેશો વચ્ચે મહત્વની ટેકનોલોજીના સહ-ઉત્પાદન અને સહ-વિકાસની ક્ષમતાને વધારશે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

પાકિસ્તાનના નેતાઓની ભારત વિરોધી નિવેદનબાજી શાંતિ માટે અનુકુળ નહીં : રાજનાથ સિંહ
બેઠક બાદ સંયુક્ત પત્રકાર પરિષદમાં ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે, બેઠક દરમિયાન અમે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા અને હિંદ મહાસાગર વિસ્તારની સ્થિતિઓ વિશે ચર્ચા કરી. બેઠકમાં ચર્ચા દરમિયાન પાકિસ્તાનના નેતાઓની ભારત વિરોધી નિવેદનબાજી શાંતિ માટે અનુકુળ નહીં હોવાને લઇને પણ અમે ચિંતા વ્યક્ત કરી છે.

world news united states of america rajnath singh