Andy Byron Resigns: HR જોડે કેમેરામાં ઝડપાઇ ગયેલા CEOની તો પથારી ફેરવાઇ ગઈ, હવે...

21 July, 2025 07:00 AM IST  |  New York | Gujarati Mid-day Online Correspondent

Andy Byron Resigns: એસ્ટ્રોનોમરના સીઇઓ એન્ડી બાયરને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કંપનીએ કહ્યું અમારા લીડર્સ પાસેથી એ આશા રાખવામાં આવે છે કે તેઓ યોગ્ય વર્તન કરે

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

તાજેતરમાં જ એસ્ટ્રોનોમર કંપનીના સીઇઓ એન્ડી બાયરન અને કંપનીની એચઆર હેડ ક્રિસ્ટીનનો કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જ્યારે એન્ડી બાયરન ક્રિસ્ટનને વળગીને પરફોર્મન્સ એન્જોય કરી રહ્યા હતા આ દૃશ્ય કેમેરામાં કેદ થયા બાદ મોટી સ્ક્રીન પર પણ ડિસ્પ્લે કરવામાં આવ્યું હતું. કોન્સર્ટને કચકડામાં કંડારતો કેમેરો અચાનકથી બાયરન પર ઝૂમ થયો અને આ બંને જણાં કેમેરાની નજરમાં સપડાઈ ગયાં હતાં. આ બંને કપલે જાહેરમાં આ રીતે પકડાઈ ગયા બાદ ચહેરા સંતાડવાનો પ્રયાસ કર્યો હતો. સોશિયલ મીડિયામાં પણ આ કિસ્સાના અનેક મીમ્સ બન્યા હતા. અને આ બંને કપલ પર લોકોએ ખૂબ મજાક ઉડાડી હતી. હવે અહેવાલો મળી રહ્યા છે કે એસ્ટ્રોનોમરના સીઇઓ એન્ડી બાયરને પોતાના પદ પરથી રાજીનામું (Andy Byron Resigns) આપી દીધું છે.

કંપનીએ ખુદ આ રાજીનામાની જાહેરાત કરી છે 

એન્ડી બાયરનને લાગ્યું કે આ કિસકેમનો મુદ્દો તો સોશિયલ મીડિયામાં શમવાનું નામ જ નથી લઈ રહ્યો ત્યારે જઈને તેઓએ તેમના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. એસ્ટ્રોનોમર કંપનીએ તેના લિંક્ડઇન પ્રોફાઇલ પર એક પોસ્ટ કરી હતી અને તેમાં જણાવ્યું હતું કે- અમારા લીડર્સ પાસેથી એ આશા રાખવામાં આવે છે કે તેઓ યોગ્ય વર્તન કરે અને સાથોસાથ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક અદા કરે, પરંતુ તાજેતરમાં બનેલા કિસ્સામાં આ ધોરણો સચવાયા ન હોવાનું જણાઈ રહ્યું છે. એન્ડી બાયરને તેમના પદેથી રાજીનામું (Andy Byron Resigns) આપ્યું છે અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેનો સ્વીકાર પણ કર્યો છે.

Andy Byron Resigns: આ અઠવાડિયાની શરૂઆતમાં કંપનીએ બાયરનને છુટ્ટી પર મોકલી દીધા હતા અને વચગાળાના સીઇઓની નિમણૂક કરવામાં આવી હતી. કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે વાયરલ વીડિયોમાં દેખાતી મહિલા એલિસા સ્ટોડાર્ડ નથી, જેઓ તો કંપનીના હ્યુમન રિસોર્સનાં વાઇસ પ્રેસિડેંટ છે. પરંતુ આ વિડીયોમાં બાયરન સાથે જોવા મળેલી મહિલા તો ક્રિસ્ટીન કેબોટ છે, જેઓ ચીફ પીપલ ઓફિસર છે. કંપનીએ જણાવ્યું હતું કે તે કંપની પૂરેપૂરી રીતે જાણે છે કે પોતાનાં નૈતિકમૂલ્યો કઇ રીતે જાળવવા. તાજેતરમાં બનેલા કિસ્સાને લઈને કંપની આંતરિક તપાસ કરી જ રહી છે.

એન્ડી બાયરન ગયા તો કોણ સીઇઓ તરીકેનો પદભાર સંભાળશે?

રિપોર્ટ પ્રમાણે ચીફ પ્રોડક્ટ ઓફિસર પીટ જૉય વચગાળાના સીઇઓ તરીકે કામ કરવાના છે. કંપનીએ કહ્યું હતું કે આ અઠવાડિયાની પહેલાં અમારી કંપની ડેટા ઑપરેશન્સમાં સારું પરફોર્મન્સ આપી રહી હતી. (Andy Byron Resigns) જોકે, હજી તેમાં કંઈ જ બદલાયું નથી. અમારું શ્રેષ્ઠ કામ ગ્રાહકો માટે તે જ રીતે ચાલુ છે જેમ આગળથી ચાલતું આવ્યું છે.

international news world news coldplay viral videos social media