07 January, 2026 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફોન
સ્માર્ટફોનની ઍક્સેસરીઝ બનાવતી કંપની ક્લિક્સે હમણાં માર્કેટમાં ચર્ચા જગાવી છે એક મોબાઇલ ફોન લૉન્ચ કરીને. ખાસ કરીને એક જમાનામાં લોકપ્રિય બનેલા બ્લૅકબેરી ફોનના શોખીનો માટે ક્લિક્સ કંપની સારા સમાચાર લઈને આવી છે. ક્લિક્સ કમ્યુનિકેટર નામનો પોતાનો પહેલવહેલો ફોન આ કંપનીએ લાસ વેગસના ઇલેક્ટ્રૉનિક્સ શોમાં લૉન્ચ કર્યો છે. ઍન્ડ્રૉઇડ હોવા છતાં આ કંપનીએ ફોનમાં ફિઝિકલ કીબોર્ડ આપ્યું છે. સ્માર્ટફોનમાં હોય છે એ બધાં જ ફીચર્સ અને ઍપ્સને આ ફોનમાં પણ વાપરી શકાય એવી વિશિષ્ટ ડિઝાઇન સાથે એ ડિઝાઇન કરવામાં આવ્યો છે.
આજના ટચસ્ક્રીન યુગમાં સ્ક્રીન-ફોનના રિપ્લેસમેન્ટ તરીકે નહીં પણ સેકન્ડ યુટિલિટી ફોન તરીકે આ ફોનને માર્કેટમાં ઉતારવામાં આવી રહ્યો છે. કંપનીનો દાવો છે કે આ ફોન તમારો વધારાનો વખત નહીં ખાય અને કાર્યક્ષમતામાં વધારો કરશે. અત્યારે કંપની ફોનના પ્રી-ઑર્ડર લઈ રહી છે જે ૩૬,૦૦૦ રૂપિયાનો છે અને આવનારા સમયમાં ભાવમાં ધરખમ વધારો થવાની શક્યતા છે.
આ છે ફોનનું બેસ્ટ ફીચર
૫૦ મેગાપિક્સલ કૅમેરા ધરાવતા આ ફોનનું બેસ્ટ ફીચર એ છે કે જ્યારે મહત્ત્વની વ્યક્તિઓના મેસેજ આવશે કે મહત્ત્વની ઍપ્સમાં નોટિફિકેશન આવશે ત્યારે LED લાઇટ લબઝબ થશે. દરેક વ્યક્તિ કે ઍપ માટે જુદા-જુદા કલરની લાઇટ પણ તમે સિલેક્ટ કરી શકશો.