અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટર્કીને ધમકી આપી...

09 October, 2019 02:10 PM IST  |  વૉશિંગ્ટન

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટર્કીને ધમકી આપી...

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ટર્કીને ધમકી આપી છે કે જો તેણે સિરિયાના મામલામાં હદ પાર કરવાની કોશિશ કરી તો તેનું અર્થતંત્ર સંપૂર્ણપણે બરબાદ કરી દેશે. આની પહેલાં અમેરિકાએ ટર્કીની સરહદથી અમેરિકન સૈનિકોને હટાવવાનો નિર્ણય કર્યો હતો, જેને યોગ્ય ગણાવતા ટ્રમ્પે કહ્યું હતું કે ટર્કીમાં હાલની સ્થિતિને તેણે પોતે જ ઉકેલવી પડશે.

ટ્રમ્પે ટ્‌વીટ કરી ‘મેં પહેલાં પણ કહ્યું છે અને એક વખત ફરીથી કહી રહ્યો છું કે જો ટર્કીએ કંઈ એવું કર્યું જે મારી દૃષ્ટિમાં હદથી પાર થયું તો હું ટર્કીના અર્થતંત્રને બરબાદ કરીને મૂળમાંથી જ મીટાવી દઈશ.’

જો કે આની પહેલાં તેમણે ટર્કીને જાતે જ કુર્દોથી સામનો કરવાની સલાહ આપી હતી. આ અંગે તેમણે ટ્‌વીટ કરી કે ટર્કી, યુરોપ, સિરિયા, ઇરાન, ઇરાક, રૂસ અને કુર્દોને સ્થિતિથી જાતે જ સામનો કરવો પડશે અને તે પોત-પોતાના ક્ષેત્રોમાંથી પકડાયેલા આઇએસના લડાકો સાથે જે કરવા માગે તે કરે. મોટા ભાગના યુદ્ધ કબાઇલોની વચ્ચે થઈ રહ્યા છે, પરંતુ હવે તેને ‘બેતુકે અંતહીન યુદ્ધ’માંથી નીકળવાનો સમય આવી ગયો છે અને અમારે હવે સૈનિકોને પાછા ઘરે બોલાવવાના છે. અમે એ લડાઈ લડીએ છીએ જે અમારા હિતની હોય છે અને માત્ર જીત માટે લડીએ છીએ.

donald trump united states of america turkey syria