જાણો કેવી રીતે બન્યું અમદાવાદ ભારતનું પહેલુ હેરિટેજ સિટી ?

18 April, 2019 12:38 PM IST  | 

જાણો કેવી રીતે બન્યું અમદાવાદ ભારતનું પહેલુ હેરિટેજ સિટી ?

ફાઈલ ફોટો

આજે વર્લ્ડ હેરિટેજ ડે. ત્યારે અમદાવાદીઓ ગૌરવ લે છે હેરિટેજ સિટીમાં રહેવાનું. પણ તમને એ ખબર છે કે અમદાવાદ હેરિટેજ સિટી બન્યું કેવી રીતે ? સૌને ખબર છે કે 8 જુલાઈ 2017ના રોજ અમદાવાદને દુનિયાનું પહેલુ હેરિટેજ સીટી જાહેર કરવામાં આવ્યું.

15મી સદીના મહાન કવિ ઉલ્વી સિરાઝે પણ અમદાવાદના વખાણ કર્યા છે ત્યારબાદ દુનિયાના મહાન વ્યક્તિઓની નજર અમદાવાદ પર ખાસ રહી છે. અમદાવાદ કોઈ એક સંસ્કતિ આધારિત નથી. અમદાવાદ ઉદાહરણ છે સુલતાનના ઈતિહાસનું, આફ્રિકન ડેસન્ટના સીદી બદ્હાસનું, મુઘલ શાસનનું અને મહાત્મા ગાંધીના સત્યના પ્રયોગોનું. શું તમને ખબર છે ગુજરાતભરમાં 50 મ્યુઝિયમ્સ આવેલા છે જેમાંથી 22 માત્ર અમદાવાદમાં છે.

હેરિટેજ સિટી તરીકેની અમદાવાદની શરુઆત 1984થી શરુ થઈ હતી. શરુઆત પછી 2011માં અમદાવાદને યુનેસ્કોએ હેરિટેજ સાઈટ્સની યાદીમાં સ્થાન અપાવ્યુ હતું. 2011માં અમદાવાદની હેરિટેજ સાઈટ્સમાં પસંદગી પછી માર્ચ 2016માં તેણે મુંબઈ અને દિલ્હીને પાછળ મુકતા આ યાદીમાં નામ આગળ કર્યું હતું. આ યાદીને ટેકો મળ્યો હતો પોલેન્ડમાં યોજાયેલી વર્લ્ડ હેરિટેજ સમિતિની બેઠકમાં ટેકો મળ્યો હતો. આ નોમિનેશન સાથે જ અમદાવાદને દુનિયાના સુંદર શહેરો પેરિસ, કૈરો, બ્રસેલ્સ, એડિનબર્ગ અને રોમ સાથે જોડી દેવામાં આવ્યું હતું.

હેરિટેજ સિટી તરીકે જાહેર કરાયેલા 287 શહેરોમાં ભારતના સાથી દેશોમાં 2 જ શહેરને આ યાદીમાં સ્થાન મળ્યું હતું જેમાં નેપાળના ભક્તાપુર અને શ્રીલંકાના ગેલેનો સમાવેશ થાય છે.

કઈ રીતે થાય છે નોમિનેશન ?

હેરિટેજ સિટી કે જગ્યાને જાહેર કરવા પહેલા યુનેસ્કો દ્વારા તેની તપાસ કરવામાં આવે છે. જેમાં સિટી કે સાહિત્ય કે જગ્યાના ગુણધર્મો સાથે જોડાયેલા તથ્યોની માહિતી ભેગી કરવામાં આવે છે. આ હેરિટેજ સાઈટ્સના કુદરતી અને સાંસકૃતિક વારસાને જતન કરવા માટે લેવાયેલા પગલાની પણ તપાસ કરવામાં આવે છે.

આ પહેલા જે રાષ્ટ્રો વર્લ્ડ હેરિટેજના સાંસ્કૃતિક વારસાને બચાવવા કટિબદ્ધ છે અને યુનેસ્કોની હેરિટેજ કન્વેન્શનનમાં સહી કરનાર રાષ્ટ્રોએ તેમના અનુસાર દેશની હેરિટેજ સાઈટ્સનું નામાંકન કરવાનું હોય છે. આ નોમિનેશન 5 તબક્કામાં કરવામાં આવે છે. જેની ખાતરી યુનેસ્કો દ્વારા કરવામાં આવે છે. હેરિટેજ સીટી કે સાઈટ્સને જાહેર કરવા યુનેસ્કો દ્વારા એક ગાઈડલાઈન અનુસાર તપાસ કરે છે.

 

આ પણ વાંચો: Haritage Day:જુઓ દેશના પહેલા Heritage City અમદાવાદના રૅર-અનસીન ફોટોઝ

 

કેવી રીતે પસંદ કરાય છે હેરિટેજ સિટી ?

કોઈ પણ સિટીને હેરિટેજ સિટી જાહેર કરવા પહેલા યુનેસ્કો દ્વારા અમુક વાતોને ધ્યાનમાં લેવામાં આવે છે.

- જે સિટી નોમિનેશનમાં છે તેમાં માનવીય મૂલ્યોની સાચવણી કેવી છે. કોઈ પણ સમયગાળા કે સાંસ્કૃતિક ક્ષેત્ર દરમિયાન આર્કિેટેક્ચર કે ટેક્નીકલ વિકાસ કેટલો થયો છે. આ સાથે જ તે જગ્યાની બનાવટ, ટાઉન પ્લાનિંગ અને તેની ડિઝાઈન્સનો ઉપયોગ કઈ રીતે કરાયો છે.

- કોઈ પણ સિટીના સાંસ્કૃતિક વારસાની પરખ મેળવવી. જો લુપ્ત થઈ ગયો હોય તો તેના વિશે જાણવુ અને જો સાંસ્કૃતિક વારસો જળવાઈ રહ્યો હોય તો તેના વિશે માહિતી એકત્ર કરવી.

- સિટીની ઈમારતો, આર્ટિકેટ અને ટેક્નિકલ વસ્તુઓની માહિતી મેળવવી જે સાંસ્કૃતિક વારસાનો ડિસ્પેલ કરતુ હોય અને માનવીય ઈતિહાસને જાહેર કરતી હોય