રાજકોટમાં મોસમે બદલ્યો મિજાજ, ગરમીથી લોકોને મળી રાહત,ખેડૂતોની વધી ચિંતા

16 April, 2019 02:06 PM IST  |  રાજકોટ

રાજકોટમાં મોસમે બદલ્યો મિજાજ, ગરમીથી લોકોને મળી રાહત,ખેડૂતોની વધી ચિંતા

રાજકોટના પડધરીમાં પડ્યા કરાં

રાજકોટ અને આસપાસના વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાજકોટ જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડી અને ભર ઉનાળે વાદળા જોવા મળી રહ્યા છે. જો કે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઘઉં સહિતના પાકમાં નુકસાન થઈ રહ્યું છે.

પડધરીમાં પડ્યા કરા
રાજકોટના પડધરી તાલુકામાં વાતાવરણ બદલાવાની સાથે કરા પડ્યા છે. ખામટા ગામમાં કરા પડ્યા. વરસાદના લીધે ગરમીના ઉકળાટથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્રમાં કમોસમી છાંટા, અરવલ્લી, દાહોદ, સાબરકાંઠામાં માવઠું

ગરમીનું જોર ઘટ્યું
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ભયંકર ગરમી પડી રહી હતી. તાપમાનનો પારો 43 ડીગ્રી સુધી પહોંચી જતો હતો. જેનાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે હવે મોસમે મિજાજ બદલતા ગરમીથી રાહત મળી છે. જો કે એવું પણ માનવામાં આવે છે કે કમોસમી વરસાદથી હાલ તો ગરમીથી રાહત મળી છે પરંતુ બાદમાં આ ગરમી વધશે.

rajkot gujarat