વડોદરા : Tech Expoમાં વિદ્યાર્થીઓએ રજૂ કર્યા સોલારથી ચાલતાં વાહનો

28 February, 2020 06:33 PM IST  |  વડોદરા

વડોદરા : Tech Expoમાં વિદ્યાર્થીઓએ રજૂ કર્યા સોલારથી ચાલતાં વાહનો

પારુલ યુનિવર્સિટી કેમ્પસ (તસવીર સૌજન્ય પારુલ યુનિવર્સિટી વેબસાઇટ)

રાજ્યમાં જ્યારે પ્રેક્ટિકલ જ્ઞાનને અનુસંધાને અનેક સેમિનારો યોજાય છે ત્યારે વડોદરા કેમ પાછળ રહી જાય. તેથી જ તો વડોદરા નજીક આવેલ પારૂલ યુનિવર્સિટી ટેક્નોલોજીના વિદ્યાર્થીઓએ જ એક ટેક એક્સપોનું આયોજન કર્યું હતું. જ્યાં અનેક રીતે પેટ્રોલ, ડિઝલ અને ગૅસ જેવા ઇંધણને લઈને ચર્ચા થતી હોય છે ત્યાં વિદ્યાર્થીઓએ કાર અને બાઇક્સના સોલાર પ્રૉજેક્ટ્સ રજૂ કર્યા હતા. આના પરથી ખ્યાલ આવે છે કે આજની પેઢી સમયની માગને સારી રીતે સમજી રહી છે.

ડિપ્લોમા અને ડિગ્રીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ કર્યું ટેક એક્સપોનું આયોજન

આ એક્સપોમાં વિદ્યાર્થીઓએ વર્તમાન સમય અને ભવિષ્યની જરૂરીયાતને કેન્દ્રમાં રાખીને તેવા પ્રૉજેક્ટ્સ રજૂ કર્યા હતા. જેમાં સોલાર કાર અને સોલાર બાઇક દરેકના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. આ પ્રૉજેક્ટ વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષણના ભાગરૂપે જ બનાવ્યા છે પણ અહીં નોંધનીય બાબત એ છે કે અહીં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા દેખાઈ આવે છે તેમ જ તેમનું ટીમ વર્ક પણ નજરે ચડે છે. વડોદરાની બાજુમાં વાઘોડિયા પાસે પારૂલ યુનિવર્સિટીમાં ટેક્નોલોજી વિભાગના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ આ એક્સ્પોનું આયોજન કર્યું હતું. જેમાં એક વિદ્યાર્થીની આખી ટીમે સોલાર દ્વારા ચાલતી કાર બનાવી. આગામી સમયમાં પ્રદૂષણ મુક્ત વાહનોની માગ રહેશે કારણ માત્ર ભારતમાં જ નહીં પણ પ્રદૂષણ નામક દૂષણ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે.

વિદ્યાર્થીઓએ સોલારથી ચાલતાં વાહનો એક્સપોમાં કર્યા રજૂ

આ સિવાય અન્ય વિદ્યાર્થીઓના ગ્રુપ મેમ્બર્સ મળીને સોલાર બાઇક, સ્કૂટર, વાયરલેસ લેઝર મશિન, મલ્ટી પર્પઝ મટિરિયલ હેન્ડલિંગ ટ્રોલી અને મલ્ટી પર્પઝ ડ્રોન સહિત અનેક પ્રૉજેક્ટ રજૂ કરાયા હતાં.

આ પણ વાંચો : AMCએ આગ લાગ્યા બાદ ખોદ્યો કૂવો, દેવ ઓરમના 3 ટાવર સીલ

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આ યુનિવર્સિટીમાંથી અનેક પેટન્ટ રજિસ્ટ્રેશન માટે ભારતના પેટન્ટ અને કૉપીરાઈટ વિભાગમાં રજૂ કરવામાં આવ્યા હતાં અને તે પેટન્ટ વિભાગ દ્વારા પસંદ પણ કરાયા હતા. પારૂલ યુનિવર્સિટીમાંથી વર્ષ 2016માં સૌથી વધુ પેટન્ટ રજિસ્ટર કરવામાં આવ્યા હતા અને તે સાતમાં સ્થાને રહી હતી જે યુનિવર્સિટી તેમજ ત્યાંના વિદ્યાર્થી અને રાજ્ય માટે ગૌરવની બાબત છે.

vadodara baroda gujarat