ગુજરાતમાં આજે ૮૨૭૦ ગ્રામપંચાયતોની ચૂંટણી માટે મતદાન

29 December, 2011 05:26 AM IST  | 

ગુજરાતમાં આજે ૮૨૭૦ ગ્રામપંચાયતોની ચૂંટણી માટે મતદાન



અમદાવાદ: ગુજરાતની ૧૦,૩૯૪ ગ્રામપંચાયતની ડિસેમ્બર મહિનામાં મુદત પૂરી થતાં ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે આ ગ્રામપંચાયતોની ચૂંટણીની જાહેરાત કરી હતી. જોકે ગુજરાતની ૧૦,૩૯૪ ગ્રામપંચાયતો પૈકી ૨૧૨૪ ગ્રામપંચાયતો બિનહરીફ જાહેર થઈ હતી એટલે હવે ગુજરાતની ૮૨૭૦ ગ્રામપંચાયતોમાં ચૂંટણી માટે આજે મતદાન થશે. ૮૨૭૦ ગામોમાં ૧,૪૦,૧૮૩ જેટલા ઉમેદવારોએ વૉર્ડના સભ્યોની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે અને ૩૦,૯૫૯

ઉમેદવારોએ સરપંચની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. ૮૨૭૦ ગામોમાં કુલ ૧,૩૬,૩૯,૪૧૯ મતદારો છે. આ ચૂંટણીમાં ૧,૦૬,૨૬૨ પોલિંગ સ્ટાફ અને ૩૧,૯૮૭ પોલીસ-કર્મચારીઓ તહેનાત રહેશે.