ગાયને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો મળે એ માટે આમરણાંત અનશન

07 July, 2019 10:42 AM IST  |  રાજકોટ

ગાયને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો મળે એ માટે આમરણાંત અનશન

ગાયને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો મળે એ માટે આમરણાંત અનશન

શાસ્ત્રોમાં જેને જીવતાજાગતા તીર્થસ્થાનનું સ્થાન આપવામાં આવ્યું છે એ ગાયને કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરે એ માટે રાજકોટના રતનપરમાં આવેલા શ્રી ગાયત્રી ગૌસેવા આશ્રમના સંચાલક અરવિંદ પંડ્યાએ બુધવારથી આમરણાંત અનશન શરૂ કર્યા આવ્યા છે. આ અનશનમાં ગઈ કાલથી અરવિંદભાઈએ ઉમેરો પણ કર્યો અને ગઈ કાલથી તેમણે સવારે ૬થી સાંજે ૬ વાગ્યા સુધી ઊભા-ઊભા અનશન કરવાનું શરૂ કર્યું છે.

અરવિંદભાઈએ કહ્યું કે ‘ગાય માટે કોઈકે ઊભા થવું પડશે. આપણે ગાય બીજા દેશને ભેટ આપીએ છીએ, પણ આપણી જ ગાયનું કોઈ મૂલ્ય ન કરીએ એ કેમ ચાલે? ગાયનું ધાર્મિક મહત્ત્વ છે, પણ એનું સામાજિક અને સાથોસાથ આર્થિક મહત્ત્વ પણ વધે એ માટે એને રાષ્‍ટ્રીય પ્રાણી જાહેર કરીને રાષ્‍ટ્રીય દરજ્જો આપવામાં આવે એ ખૂબ જરૂરી છે. આજે મોર કે વાઘના શિકાર કરનારાઓ ડરે છે, પણ ગાયને હડધૂત કરનારાઓને કોઈ ફરક નથી પડતો. આ બીક માટે પણ ગાયને આ સન્માન મળવું જોઈએ.’

આ પણ વાંચોઃ રાજકોટ કોર્પોરેશને આમ્રપાલી બ્રીજ માટે રેલ્વેને નાણા ચુકવ્યા

 અરવિંદ પંડ્યાના ચાલી રહેલા આ અનશન માટે આજે ગુજરાતની બીજેપી સરકારનું એક પ્રતિનિધિમંડળ તેમને રૂબરૂ મળવા આવશે અને અનશન અટકે તથા ગાયને રાષ્‍ટ્રીય દરજ્જો મળે એ માટે શું કરવું એનો વિચારવિમર્શ કરશે.

rajkot gujarat