જાણીતા લેખક ભૂપત વડોદરિયાનું અવસાન

05 October, 2011 07:47 PM IST  | 

જાણીતા લેખક ભૂપત વડોદરિયાનું અવસાન

 

આજે અમદાવાદમાં થલતેજ ખાતે મુક્તિધામમાં અંતિમવિધિ : સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રે નાની વયે ઝળહળતી સફળતા હાંસલ કરી હતી

ગુજરાતી પત્રકારત્વમાં સૌથી નાની વયે ‘ફૂલછાબ’માં તંત્રી બનવાનું ગૌરવ હાંસલ કરનાર ભૂપતભાઈ પત્રકાર ઉપરાંત ઉચ્ચ કોટિના સાહિત્યકાર હતા. તેમની ‘પ્રેમ અને પૂજા’ નવલકથાને ૧૯૭૮માં ગુજરાતી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મYયું હતું. સંસ્કાર અવૉર્ડ સહિત અનેક પારિતોષિકોથી ભૂપતભાઈની સાહિત્યિક સેવાઓની કદર થતી રહી હતી. તેમણે ગુજરાત રાજ્ય માહિતી નિયામકપદે પણ યશસ્વી કામગીરી બજાવી હતી. ‘પ્રભાત’, ‘સંદેશ’ અને ‘ગુજરાત સમાચાર’માં પણ તેમણે પત્રકાર તરીકે કારકિર્દીનું ખેડાણ કર્યું હતું. સાહિત્યક્ષેત્રે તેમનાં ૫૦થી વધુ પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે.

તેઓ ‘સમભાવ-મેટ્રો’, ‘જનસત્તા’, ‘લોકસત્તા’ અને સાપ્તાહિક ‘અભિયાન’ના તંત્રી હતા.ભૂપતભાઈનાં ચાર સંતાનોમાં રાજેનભાઈ, શૈલેશભાઈ, મનોજભાઈ અને કિરણભાઈનો સમાવેશ થાય છે. સાહિત્ય અને પત્રકારત્વમાં તેમનું યોગદાન લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે.