દુષ્કર્મ મામલે નારાયણ સાંઈ દોષી જાહેર, 30 એપ્રિલ સજાનું એલાન

26 April, 2019 02:14 PM IST  |  સુરત

દુષ્કર્મ મામલે નારાયણ સાંઈ દોષી જાહેર, 30 એપ્રિલ સજાનું એલાન

ફાઈલ ફોટો

નારાયણ સાંઈ સામે 2013માં થયેલી દુષ્કર્મની ફરિયાદ સામે તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ 2013માં સુરતની સાધિકા બહેનોએ નારાયણ સાંઈ સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. આ ફરિયાદ સામે છેલ્લા 6 વર્ષથી સુનાવણી ચાલુ હતી આજે ચુકાદો આવવાની શક્યતાએ નારાયણ સાંઈને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યા તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા હતાં. નારાયણ સાંઈને 30 એપ્રિલે સજા ફટકારવામાં આવશે.

ફરિયાદ અનુસાર 2002 થી 2004ના સમય દરમિયાન સાધિકા બહેનો સાથે દુષ્કર્મ કર્યું હતું. ફરિયાદ બાદ નારાયણ સાંઈ નાસી પાસ થયા હતા જો કે પોલીસે તેમની પંજાબ દિલ્હી બોર્ડર પાસેથી ધરપકડ કરાઈ હતી. આ સાથે નારાયણ સાંઈ સામે 13 કરોડ રુપિયાની લાંચ અને કેસના સાક્ષીઓ પર હુમલના કેસો નોંધાયા હતા. નારાયણ સાંઈના પિતા આસારામ પણ જયપુર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.

આ પણ વાંચો: 'સ્વરોત્સવ'માં ગુલઝાર કરશે કવિ અંકિત ત્રિવેદીના પુસ્તકનું વિમોચન

નારાયણ સાંઈની કોર્ટમાં હાજરીના પગલે કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો અને સુરક્ષાના પુરતા પગલા લેવામાં આવ્યા હતા. નારાયણ સાંઈને આખરે 6 વર્ષ પછી દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. નારાયણ સાંઈ દુષ્કર્મ, સાક્ષીઓ પર હુમલો કરાવવા અને તેમને લાંચ આપવાના ગુના માટે દોષિત જાહેર કરાયો છે. સેશન્સ કોર્ટ 30 એપ્રિલે સજાનું એલાન કરશે.