સ્વાઇન ફ્લુને લઇને રાજકોટ મ્યુ. કમિશ્નરનું શાળા-કોલેજો માટે એલર્ટ

09 February, 2019 09:14 PM IST  | 

સ્વાઇન ફ્લુને લઇને રાજકોટ મ્યુ. કમિશ્નરનું શાળા-કોલેજો માટે એલર્ટ

રાજકોટમાં સ્વાઈન ફ્લૂને લઈ કમિશ્નરનું જાહેરનામું

રાજકોટ અને ગુજરાત ભરમાં હાલ સ્વાઇન ફ્લુનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે રાજકોટમાં સ્વાઇન ફ્લુનો કહેર વધી રહ્યો છે. જેને પગલે શહેરના મ્યુનિશિપલ કમિશ્નર બંછાનિધિ પાનીના આદેશ બાદ આરોગ્ય શાખાના ચીફ હેલ્થ ઓફિસર દ્રારા શહેરમાં સ્વાઇન ફ્લુને ફેલાતો અટકાવવા માટે એલર્ટ જાહેર કર્યું છે. જેમાં શાળા-કોલેજને લઇને ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજકોટમાં સ્વાઇન ફ્લુના કહેરને અટકાવવા માટે ખાસ તકેદારી હાથ ધરી છે.

રાજકોટ મનપાએ જાહેર કર્યું સ્વાઈન ફ્લૂ માટે એલર્ટ



શાળા-કોલેજ માટે શું એલર્ટ જાહેર કરાયું છે
શાળા-કોલેજમાં કોઇ પણ વિર્ધાર્થીને શરદી, ખાસી, ગળામાં દુખાવો, તાવ, શરીર તુટવું અને નબળાઇ, ઝાડા – ઉલટી થવા, શ્વાસ ચડવો કે ન્યુમોનિયાના લક્ષણો દેખાય તો તરત જ જેતે વિર્ધાર્થીને શૈક્ષણિક સંસ્થાએ 4 થી 5 દિવસ અથવા તો સ્વાસ્થ સારૂ ન થયા ત્યા સુધી રજા આપવા જણાવ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે H1N1 ઇન્ફ્લુએન્ઝા વાઇરસથી  થતો ફ્લુ છે જે સીઝનલ ફ્લુ છે. આ સામાન્ય ફ્લુની જેમ જ ખાંસી કે છીક આવવાથી એક માણસથી બીજા માણસમાં ફેલાય છે અથવા ઇન્ફેક્સન કે સંક્રમિત વસ્તુને અડવાથી કે હાથ મોમાં કે નાકને અડવાથી ફેલાય છે.

આમ રાજ્યભરમાં સ્વાઇન ફ્લુની પરીસ્થિતીને ધ્યાને લેતા ખાસ કરીને રાજકોટ શહેરમાં તમામ શાળા-કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને સ્વાઇન ફ્લુ અંતર્ગત આ ખાસ સુચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કહેર, 2019માં મોતનો આંકડો 50ને પાર

સ્વાઇન ફ્લુને લઇને કરાઇ મહત્વી જાહેરાતો
1) તમામ શાળા, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓએ માર્ગદર્શિકા મુજબ વિર્ધાર્થીઓને ફ્લુના લક્ષણો જેવા કે તાવ, શરદી, ખાંસી, ગળામાં દુખાવો વગેરે જેવા લક્ષણો દેખાય તો 4 કે 5 દિવસ (અથવા સ્વાસ્થય સારૂ ન થાય ત્યા સુધી) શાળામાં ન આવવાની સલાહ આપવી.

2) 5 વર્ષથી નાના બાળકો તથા રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા બાળકોની ખાસ તકેદારી રાખવી અને તેમના વાલીઓને આ અંગે જાણ કરવી.

3) સ્વાઇન ફ્લુ મોટા ભાગે મોટી ભીડભાડવાળી જગ્યાઓમાં વધારે ફેલાય છે તેથી શૈક્ષણિક સંસ્થાઓમાં હાલ સવારી પ્રાર્થના કે અન્ય સભાઓ શક્ય હોય ત્યા સુધી તાળવી.

4) તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં સફાઇ અને સ્વચ્છતાના તમામ ધોરણો જાળવવાના રહેશે.

5) વિર્ધાર્થીઓમાં ફ્લુના લક્ષણો જણાય તો માસ્ક પહેરે, સેનીટાઇઝરથી હાથ સાફ કરવા માટે વ્યવસ્થા ઉભી કરવી.

swine flu