રાજકોટથી મોહન કુંડારિયાએ નોંધાવી ઉમેદવારી, CM રૂપાણી રહ્યા હાજર

02 April, 2019 04:30 PM IST  |  રાજકોટ

રાજકોટથી મોહન કુંડારિયાએ નોંધાવી ઉમેદવારી, CM રૂપાણી રહ્યા હાજર

રાજકોટથી મોહન કુંડારિયાએ ભર્યું ફોર્મ

હજારો કાર્યકર્તાઓ અને મુખ્યમંત્રી સહિતના ભાજપના નેતાઓની હાજરીમાં રાજકોટના વર્તમાન સાંસદે લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભર્યું. શહેરના બહુમાળી ભવન ખાતે કુંડારિયાએ લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભર્યું.

આ સમયે કેબિનેટ કક્ષાના મંત્રી કુંવરજી બાવળિયા, કાંતિભાઈ અમૃતિયા, ભાનુબેન બાબરિયા, નરહરિ અમીન, રાજકોટના તમામ ધારાસભ્યો સાથે ભાજપના હજારો કાર્યકર્તાઓ જોડાયા.

આ પણ વાંચોઃ ચૂંટણી 2019: નરેશ પટેલના પુત્રએ ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર

મોહનભાઈએ ફોર્મ ભર્યું તે પહેલા મુખ્યમંત્રીએ સંબોધન કર્યું અને મોહનભાઈ કુંડારિયાને ફરી એક વાર જીત અપાવવા માટે અપીલ કરી.

rajkot Loksabha 2019 Gujarat BJP Vijay Rupani