લોકસભા 2019: ગુજરાતની આ બેઠકો પર છે સૌની નજર

22 April, 2019 08:09 PM IST  |  ગાંધીનગર | શત્રુઘ્ન શર્મા

લોકસભા 2019: ગુજરાતની આ બેઠકો પર છે સૌની નજર

ગુજરાતમાં આ બેઠકો પર સૌની નજર

ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ચૂંટણી પ્રચાર રવિવારે સાંજે શાંત થઈ ગયો અને મતદાન 23 એપ્રિલે થવા જઈ રહ્યું છે. ગાંધીનગર, આણંદ, અમરેલી સહિતની દસ હૉટ બેઠકો એવી છે, જેના પર તમામ લોકોને નજર છે. મહિલા આરક્ષણનો દાવો કરનારી કોંગ્રેસે એક જ મહિલાની ટિકિટ આપી છે. જ્યારે ભાજપે છ મહિલાઓને ટિકિટ આપી છે. કોંગ્રેસ ચૂંટણી પ્રચાર દરમિયાન ન્યાય યોજના, રોજગાર, રાફેર અને ખેડૂતોના મુદ્દા પર જોર આપ્યું પરંતુ આ તમામ મુદ્દાઓ પર મોદી ભારે પડતા નજર આવી રહ્યા છે.

કોંગ્રેસ પાસે નથી કાંઈ ગુમાવવાનું
ગઈ લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો મેળવી હતી એટલે અહીં ગુમાવવા માટે કોંગ્રેસ પાસે કશું જ નથી. છેલ્લી વિધાનસભા ચૂંટણીના આધાર પર કોંગ્રેસે 8 બેઠકો પર જીતનો દાવો કર્યો હતો, પરંતુ કોંગ્રેસના ધારાસભ્યોએ પાર્ટી બદલી લેતા અને ભાજપના જાતીય સમીકરણોએ આ ગણિત બગાડી નાખ્યું છે.

ક્યાં સમીકરણો કરશે કામ?
કોંગ્રેસને હાર્દિક પટેલ પર ખૂબ ભરોસો હતો પરંતુ તે કોંગ્રેસમાં સામેલ થતા તેમના સંગઠનમાં બે ફાટા પડી ગયા છે. કોળી પટેલ નેતા કુંવરજી બાવળિયા અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર વિધાનસભા ચૂંટણી સુધી ભાજપના પક્ષમાં હતા અને હવે તેઓ ભાજપના પક્ષમાં આવી ગયા છે. પાટીદારોની નારાજગીની ભરપાઈ ભાજપની કોળી પટેલ અને ઓબીસી મતદાતાઓથી થવાની સંભાવના છે, જે કોંગ્રેસના કોર વૉટર માનવામાં આવે છે. આ સમીકરમના દમ પર જો ભાજપ ગત ચૂંટણીનું પરિણામ પાછું લાવે તો આશ્ચર્ય નહીં થાય. ભાજપ ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ, સૂરત, નવસારી, વડોદરા, ભરૂચ, જામનગર, રાજકોટ, ખેડા, કચ્છ, દાહોદ અને વલસાડ બેઠક પર મજબૂત સ્થિતિમાં છે.  જ્યારે કોંગ્રેસ આણંદ, અમરેલી, છોટા ઉદેપુર, પાટણ અને જૂનાગઢમાં પોતાને સહજ મહેસૂસ કરી રહી છે.

અમિત શાહની શાખ દાવ પર?
ગાંધીનગરમાં ભાજપ મોટી લીડથી ચૂંટણી જીતવાની તૈયારીમાં છે. અમિત શાહ 30 વર્ષથી આ સંસદીય ક્ષેત્રથી જોડાયેલા છે. શંકરસિંહ વાઘેલા પણ કોંગ્રેસના સમર્થનમાં આવ્યા પરંતુ તેમનું કદ હવે પહેલા જેટલું નહીં રહ્યું. આણંદ બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ કેંદ્રીય મંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી રહી ચુકેલા ભરતસિંહ સોલંકી મેદાનમાં છે, જ્યારે અમરેલીથી નેતા વિપક્ષ પરેશ ધાનાણી મેદાનમાં છે.

આટલી મહિલાઓને મળ્યો મોકો
આદિવાસી બહુમતિ ધરાવતી પંચમહાલ બેઠક પર મુકાબલો રોચક છે. પૂર્વ નેતા વિપક્ષના પુત્ર રણજીત રાઠવા કોંગ્રેસના ઉમેદવાર છે. હાર્દિક પટેલ જામનગરથી ચૂંટણી ન લડી શક્યા. તેના બદલે મહિલા પાટીદાર નેતા ગીતા પટેલને અમદાવાદ પૂર્વથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ગીતા પટેલ કોંગ્રેસના એકમાત્ર મહિલા ઉમેદવાર છે. જ્યારે ભાજપે સુરત, મહેસાણા, જામનગર, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરતમાં મહિલાઓને મોકો આપ્યો છે.

CM, Dy CMની પ્રતિષ્ઠા દાવ પર
વડાપ્રધાન મોદીના ચૂંટણી લડવાના કારણે ગઈ વખતે વડોદરા દેશભરમાં ખૂબ જ ચર્ચામાં રહ્યું. મોદી અહીં ચાર લાખથી વધુ મતોથી જીત્યા હતા, પરંતુ આ વખતે વડોદરા ચર્ચામાં નથી.રાજકોટથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મહેસાણાથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રતિષ્ઠા દાવ પર છે.

જામનગરથી પૂનમ માડમને મુશ્કેલીથી ટિકિટ મળી છે. જેના પર ક્રિકેટર રવિંદ્ર જાડેજાના પત્ની રિવાબાની પણ નજર હતી. ખેડાથી દેવુસિંહ મેદાનમાં છે. જેમની સામે કોંગ્રેસે ભાજપના પૂર્વ ધારાસભ્ય બિમલ શાહને જાતિગત સમીકરણોથી વિરુદ્ધમાં જઈને ટિકિટ આપી છે.

ક્યાં ક્યાં છે કાંટાની ટક્કર?
છોટાઉદેપુર આદિવાસી બહુમતિ ધરાવતી બેઠક છે. જ્યાંથી કોંગ્રેસ પોતાના પૂર્વ નેતા વિપક્ષના પુત્ર રણજીત રાઠવાને ટિકિટ આપી છે. ભરૂચ બેઠક પર કોંગ્રેસ, ભાજપ અને બીટીપીનો ત્રિકોણીય જંગ છે. જ્યારે બારડોલીથી પૂર્વ કેંદ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ તુષાર ચૌધરી મેદાનમાં છે.

કોંગ્રેસને નથી આશા!
કોંગ્રેસ આટલી મશક્કત પછી 8 થી 10 બેઠકો જીતવાનો દાવો કરી રહી છે. એટલે કે 18 બેઠકો પર તો તે પહેલાથી જ હાર માની ચુકી છે.

કોણે કર્યો કેટલો પ્રચાર!
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં ચાર સભાઓ કરી, જ્યારે વડાપ્રધાન મોદીએ આઠ. ભાજપે કેન્દ્રીય નેતાઓ અને સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી હતી. જ્યારે કોંગ્રેસ તરફી સિદ્ધૂ સિવાય કોઈ નેતા પ્રચારમાં નથી આવ્યા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ચૂંટણીમાં સૌથી વધારે 75 સભાઓ કરી. કેન્દ્રીય મંત્રી રૂપાલાએ પણ અનેક સભાઓ કરી. અને કોંગ્રેસને આડે હાથ પણ લીધી.

Loksabha 2019 gujarat Gujarat BJP Gujarat Congress