બેઠક બોલે છેઃ જાણો છોટા ઉદેપુર લોકસભા બેઠકને

17 April, 2019 10:40 AM IST  |  છોટા ઉદેપુર | ફાલ્ગુની લાખાણી

બેઠક બોલે છેઃ જાણો છોટા ઉદેપુર લોકસભા બેઠકને

જાણો છોટા ઉદેપુર લોકસભા બેઠકને

છોટા ઉદેપુરની સ્થાપના વર્ષ 1743માં પતઈ રાવલ વંશના વંશજ રાવલ ઉદયસિંહે કરી હતી. આદિવાસી બહુમતિ ધરાવતો આ વિસ્તારમાં છે. જ્યાં પ્રાચીન આદિવાસી મ્યુઝિયમ પણ આવેલું છે.

છોટા ઉદેપુરમાં 7 લાખ 38 હજાર 143 મહિલા અને 7 લાખ 98 હજાર 160 પુરુષ મતદાતાઓ સાથે કુલ 15 લાખ 36 હજાર 305 મતદાતાઓ છે.

કઈ-કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ

છોટા ઉદેપુર લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠક અને તેમાં વિજેતા ઉમેદવારો નીચે પ્રમાણે છે.

વિધાનસભા મતવિસ્તાર વિજેતા ઉમેદવાર પક્ષ
હાલોલ જયદ્રથસિંહ પરમાર ભાજપ
છોટા ઉદેપુર મોહન રાઠવા કોંગ્રેસ
જેતપુર સુખરામ રાઠવા કોંગ્રેસ
સંખેડા અભેસિંહ તડવી ભાજપ
ડભોઈ શૈલેષ મહેતા ભાજપ
પાદરા જશપાલસિંહ ઠાકોર કોંગ્રેસ
નાંદોદ પ્રેમસિંહ વસાવા કોંગ્રેસ


લોકસભા ચૂંટણીના પરિણામો

છોટા ઉદેપુર લોકસભા બેઠકના છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો..

2014માં ભાજપના રામસિંહ રાઠવાએ કોંગ્રેસના નારણ રાઠવાને હરાવ્યા હતા. રામસિંહ રાઠવા 1 લાખ 79 હજાર 729 મતથી જીત્યા હતા.

2009માં પણ રામસિંહ રાઠવા અને નારણ રાઠવા વચ્ચે જ ટક્કર થઈ હતી. જેમાં રામસિંહ રાઠવાનો વિજય થયો હતો.

2004માં નારણ રાઠવાએ રામસિંહ રાઠવાને હરાવતા આ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી.

જાણો છોટા ઉદેપુરના સાંસદને
છોટા ઉદેપુરના સાંસદ રામસિંહ રાઠવા છે. જેઓ પોસ્ટ ગ્રેજ્યુએટ છે. જેઓ ખેતી અને પેટ્રોલ પંપનો વ્યવસાય ધરાવ્યો છે.

રામસિંહ રાઠવા બે વાર રાજ્યસભા અને ત્રણ વાર લોકસભાના સાંસદ રહી ચુક્યા છે. રાજનીતિના મેદાનમાં વ્યાપક અનુભવ ધરાવતા રામસિંહ રાઠવા 1998માં પહેલીવાર રાજ્યસભા અને 1999માં પહેલીવાર લોકસભાના સાંસદ બન્યા હતા.

આ પણ વાંચોઃ બેઠક બોલે છેઃ જાણો વડોદરા લોકસભા બેઠકને

2019ની રેસમાં કોણ?

છોટા ઉદેપુરથી ભાજપે ગીતાબેન રાઠવાને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસ રણજીત રાઠવાને મેદાનમાં ઉતાર્યા છે.

Gujarat BJP Gujarat Congress Loksabha 2019