બેઠક બોલે છેઃ જાણો ભાવનગર લોકસભા બેઠકને

11 April, 2019 10:30 AM IST  |  ભાવનગર

બેઠક બોલે છેઃ જાણો ભાવનગર લોકસભા બેઠકને

જાણો ભાવનગર લોકસભા બેઠકને

તળાવો અને મંદિરોનું ઘર એટલે ભાવનગર. વેપાર અને ઉદ્યોગોનું મહત્વનું કેન્દ્ર છે ભાવનગર. બે સદીઓ સુધી ભાવનગર મોટું બંદર હતું અને અહીંથી આફ્રિકા, મોઝાંબિક, ઝાંઝીબાર, સિંગાપુર અને ખાડી દેશો સાખે વેપાર ચાલતો હતો.

ભાવનગરમાં કુલ 15 લાખ 94 હજાર 531 મતદાતાઓ છે. જેમાં  7 લાખ 59 હજાર 936 મહિલા અને 8 લાખ 34 હજાર અને 571 પુરૂષ મતદાતાઓ છે.

કઈ-કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ

ભાવનગર લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠક અને તેમાં વિજેતા ઉમેદવારો નીચે પ્રમાણે છે.

વિધાનસભા બેઠક વિજેતા ઉમેદવાર પક્ષ
તળાજા કનુભાઈ બારૈયા કોંગ્રેસ
પાલિતાણા ભીખાભાઈ બારૈયા ભાજપ
ભાવનગર ગ્રામ્ય પરષોત્તમ સોલંકી ભાજપ
ભાવનગર પૂર્વ વિભાવરીબેન દવે ભાજપ
ભાવનગર પશ્ચિમ જીતુ વાઘાણી ભાજપ
ગઢડા પ્રવિણભાઈ મારુ કોંગ્રેસ
બોટાદ સૌરભ પટેલ ભાજપ


લોકસભા ચૂંટણીના પરિણામો

ભાવનગર લોકસભા બેઠકના છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો..

2014માં ભાજપના ડૉ. ભારતીબેન શિયાળે કોંગ્રેસના પ્રવિણભાઈ રાઠોડને 2 લાખ 95 હજાર 988 મતોથી હરાવ્યા હતા.

2009માં પણ ભાવનગર વિધાનસભા બેઠકથી સાંસદ ભાજપના રાજેન્દ્રસિંહ રાણા હતા, જેમણે મહાવીરસિંહ ગોહિલને હરાવ્યા હતા.

2004માં રાજેન્દ્રસિંહ રાણા ભાજપની ટિકિટ પર ચૂંટાયા હતા. જેમણે કોંગ્રેસના ગીગાભાઈ ગોહિલને હરાવ્યા હતા.

જાણો ભાવનગરના સાંસદને..

ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ આયુર્વેદિક ડૉક્ટર છે. વર્ષ 2017થી તેઓ કેન્દ્રીય બોર્ડના સભ્ય પણ છે.

તસવીર સૌજન્યઃ mpprs.com

ભારતીબેન શિયાળ બે વાર ભાવનગરની જિલ્લા પંચાયતના સભ્ય રહી ચુક્યા છે. 2012માં તેઓ ધારાસભ્ય બન્યો. 2014માં લોકસભા ચૂંટણી લડ્યા અને જીત પણ મેળવી.

આ પણ વાંચોઃ બેઠક બોલે છેઃ જાણો અમરેલી લોકસભા બેઠકને

2019ની રેસમાં કોણ?

ભાજપે ફરી એકવાર ભારતીબેન શિયાળે તક આપી છે. જ્યારે કોંગ્રેસે મનહર પટેલને મેદાનમાં ઉતાર્યા છે.

Gujarat BJP Gujarat Congress Loksabha 2019