12 April, 2019 12:00 PM IST | આણંદ
જાણો આણંદ લોકસભા બેઠકને
આણંદ એટલે રાજ્ય અને દેશનું મિલ્ક કેપિટલ. પહેલા આણંદનું નામ આનંદપુર હતું અને તે સારસ્વત બ્રાહ્મણોનું મૂળ સ્થાન હતું. આણંદનો વડનગરના નામથી પણ ઉલ્લેખ જોવા મળે છે. કોંગ્રેસની સેફ સીટમાંથી એક માનવમાં આવતી આણંદ સીટ 2014માં ભાજપના ફાળે ગઈ હતી.
આણંદ લોકસભા અંતર્ગત 7 લાખ 15 હજાર 737 મહિલા મતદાતા અને 7 લાખ 81 હજાર 118 પુરૂષ મતદાતા સાથે કુલ 14 લાખ 96 હજાર 859 મતદાતા છે.
કઈ-કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ
આણંદ લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠક અને તેમાં વિજેતા ઉમેદવારો નીચે પ્રમાણે છે.
| વિધાનસભા મતવિસ્તાર | વિજેતા ઉમેદવાર | પક્ષ |
| ખંભાત | મયુર રાવલ | ભાજપ |
| બોરસદ | રાજેન્દ્રસિંહ પરમાર | કોંગ્રેસ |
| આંકલાવ | અમિત ચાવડા | કોંગ્રેસ |
| ઉમરેઠ | ગોવિંદ પરમાર | ભાજપ |
| આણંદ | કાંતિભાઈ સોઢા પરમાર | કોંગ્રેસ |
| પેટલાદ | નિરંજન પટેલ | કોંગ્રેસ |
| સોજિત્રા | પૂનમભાઈ પરમાર | કોંગ્રેસ |
લોકસભા ચૂંટણીના પરિણામો
આણંદ લોકસભા બેઠકના છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો..
2014માં ભાજપના દિલીપ પટેલે કોંગ્રેસના તત્કાલિન પ્રદેશ પ્રમુખ ભરત સિંહ સોલંકીને હરાવ્યા હતા. દિલીપ પટેલ 63 હજાર 436 મતોથી જીત્યા હતા.
2009માં આ બેઠક ભરતસિંહ સોલંકીને મળી હતી. તેમણે ભાજપના દીપક પટેલને હરાવ્યા હતા.
2004માં પણ જયપ્રકાશ પટેલને હરાવીને ભરતસિંહ સોલંકી આણંદથી સાંસદ બન્યા હતા.
જાણો આણંદના સાંસદને
દિલીપ પટેલ 2014માં આણંદથી વિજેતા થયા હતા. દસમાં ધોરણ સુધી ભણેલા દિલીપ પટેલે 10માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેઓ કાપડની મિલ ધરાવે છે.
તસવીર સૌજન્યઃ ટ્વિટર
દિલીપ પટેલ 1995માં પહેલી વાર અને તેવી જ રીતે કુલ ચાર વાર ધારાસભ્ય રહી ચુક્યા છે. 1995માં તેમને ગુજરાત સરકારમાં નાયબ મંત્રીની જવાબદારી મળી. ફરી 1998માં પંચાયત મંત્રી બન્યા અને 2014માં આણંદની લોકસભા ચૂંટણી જીતી.
2019ની રેસમાં કોણ?
2019 લોકસભા ચૂંટણી માટે ભાજપે મિતેશ પટેલને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે ભરતસિંહ સોલંકીને ટિકિટ આપી છે.
આ પણ વાંચો : બેઠક બોલે છેઃ જાણો ભાવનગર લોકસભા બેઠકને