રાજકોટનો લોકમેળો ટોટલી ટબૅકો-ફ્રી

16 August, 2019 12:18 PM IST  |  રાજકોટ

રાજકોટનો લોકમેળો ટોટલી ટબૅકો-ફ્રી

રાજકોટનો લોકમેળો ટોટલી ટબૅકો-ફ્રી

દેશભરમાં પૉપ્યુલર થયેલા રાજકોટના લોકમેળાને પહેલી વખત ટબૅકો-ફ્રી જાહેર કરવામાં આવ્યો છે, જેને લીધે લોકમેળામાં કોઈ પ્રકારની તમાકુનું વેચાણ કરતા સ્ટૉલ કે લારી રાખી નહીં શકાય તો સાથોસાથ લોકમેળામાં તમાકુનું સેવન કરવા પર પણ પ્રતિબંધ રહેશે. મજાની વાત એ છે કે ટબૅકો-ફ્રી લોકમેળો સાચા અર્થમાં તમાકુરહિત રહે એ માટે રાજકોટ કલેક્ટર દ્વારા ઑર્ડર જાહેર કરવામાં આવ્યો છે કે વ્યક્તિગત રીતે પણ તમાકુ આવતો હોય એ પ્રકારના કોઈ પદાર્થ સાથે નહીં રાખી શકાય. જો કોઈ વ્યક્તિ પાસેથી તમાકુની કોઈ પણ પ્રકારની વસ્તુ મળશે તો તેને ૧૦૦ રૂપિયાનો તાત્કાલિક દંડ અથવા તો ૧૨ કલાકની અટકાયત કરવામાં આવશે. તમાકુના વ્યસનનું પ્રમાણ ગુજરાતમાં સૌથી વધારે છે અને એને લીધે તમાકુને કારણે થતા કૅન્સરનું પ્રમાણ પણ દેશભરમાં સૌથી વધુ ગુજરાતમાં જોવા મળ્યું છે. તમાકુની લત ઓછી થાય અને તમાકુથી લોકો દૂર રહે એવા સંદેશ સાથે રાજકોટના લોકમેળાને ટબૅકો-ફ્રી રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

rajkot gujarat