રાજકોટઃ લોકમેળાને લઈને તંત્ર થયું સજ્જ, ફ્રી પાર્કિંગની કરાશે વ્યવસ્થા

20 August, 2019 02:56 PM IST  |  રાજકોટ

રાજકોટઃ લોકમેળાને લઈને તંત્ર થયું સજ્જ, ફ્રી પાર્કિંગની કરાશે વ્યવસ્થા

રાજકોટઃ લોકમેળાને લઈને તંત્ર થયું સજ્જ

જન્માષ્ટમી આવી રહી છે અને આવી રહ્યો છે રાજકોટનો મેળો..જેના માટે તંત્ર સજ્જ થઈ ગયું છે. રાજકોટ પોલીસ કમિશ્નરે મેળાની વ્યવસ્થાને લઈને પત્રકાર પરિષદ કરી અને વ્યવસ્થાની માહિતી આપી. લોકમેળામાં 24 કલાક પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે.

મેળામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
દેશમાં આતંકી હુમલાનું અલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને ભીડભાડ વાળી જગ્યાઓમાં ખાસ સુરક્ષા રાખવાની સૂચના છે. ત્યારે રાજકોટના મેળામાં આતંકી હુમલાની શંકાને લઈને ખાસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકમેળામાં 24 કલાક પોલીસ કંટ્રોલરૂમ રહેશે. તો 78 અધિકારીઓ અને 1373 પોલીસ કર્મીઓ તહેનાત રહેશે. 14 માઉન્ટેજ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરશે. મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસ પણ તહેનાત રહેશે. ખાસ ઈ-બંદોબસ્તની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મેળામાં ફરજ બજાવનાર પોલીસકર્મીઓના મોબાઈલ પણ જમા કરાવવામાં આવશે.

બાળકો ખોવાઈ ન જાય તે માટે ખાસ વ્યવસ્થા
બાળકો વાલીઓથી છુટા ન પડે તે માટે તેમને ખાસ આઈડી આપવામાં આવશે. જેથી કદાચ તેઓ અલગ થઈ જાય તો તેમના વાલીનો સંપર્ક કરી શકાય. મેળામાં ભીડ હોવાથી અનેકવાર એવા કિસ્સાઓ સામે આવે છે કે બાળકો તેના માતા-પિતાથી છુટા પડી જાય છે. આવું ન બને તેની પણ પોલીસ ખાસ કાળજી લઈ રહી છે.

ફ્રી પાર્કિંગની કરાશે વ્યવસ્થા
મેળામાં આવતા લોકો માટે પાર્કિંગ સૌથી મોટી સમસ્યા હોય છે. જેને ધ્યાનમાં લઈને 10 જગ્યાએ ફ્રી પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ બર્થ ડે સ્પેશિયલઃ જાણો કેમ સ્નેહલતા છે નરેશ કનોડિયાના ફેવરિટ હિરોઈન!

આ વખતનો મેળો છે ટબૅકો ફ્રી
દેશભરમાં પૉપ્યુલર થયેલા રાજકોટના લોકમેળાને પહેલી વખત ટબૅકો-ફ્રી જાહેર કરવામાં આવ્યો છે, જેને લીધે લોકમેળામાં કોઈ પ્રકારની તમાકુનું વેચાણ કરતા સ્ટૉલ કે લારી રાખી નહીં શકાય તો સાથોસાથ લોકમેળામાં તમાકુનું સેવન કરવા પર પણ પ્રતિબંધ રહેશે. મજાની વાત એ છે કે ટબૅકો-ફ્રી લોકમેળો સાચા અર્થમાં તમાકુરહિત રહે એ માટે રાજકોટ કલેક્ટર દ્વારા ઑર્ડર જાહેર કરવામાં આવ્યો છે કે વ્યક્તિગત રીતે પણ તમાકુ આવતો હોય એ પ્રકારના કોઈ પદાર્થ સાથે નહીં રાખી શકાય.

rajkot gujarat