કચ્છમાં ભારે વરસાદ બાદ 80 ગામમાં અંધારપટ, ટ્રેન-વ્યવહાર ખોરવાયો

14 August, 2019 08:26 AM IST  |  કચ્છ

કચ્છમાં ભારે વરસાદ બાદ 80 ગામમાં અંધારપટ, ટ્રેન-વ્યવહાર ખોરવાયો

વરસાદ

કચ્છમાં પડેલા ભારે વરસાદ કારણે તારાજીની સ્થિતિ સર્જાઈ છે. હજી ક્યાંય પાણી ઓસર્યાં નથી. કચ્છનાં ૮૦ ગામ હજી અંધારપટ છવાતાં ભાવનગર અને અમરેલીથી ટીમો બોલાવી કામે લાગડવામાં આવી છે. બીજી તરફ કચ્છની કેટલીક ટ્રેનોના રૂટમાં ફરેફાર કરવામાં આવ્યો અને કેટલીક ટ્રેનો રદ પણ કરવામાં આવી છે.

કચ્છમાં છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદ કારણે અનેક નદી ગાંડીતૂર બની છે, જેને લઈને પૂરનો કેર વર્તાઈ રહ્યો છે. ત્યારે હજી સુધી કચ્છમાં ક્યાંય પાણી ઓસર્યાં નથી. ભારે વરસાદના કારણે ૪૦૦ વીજ થાંભલા પડી જતાં કચ્છનાં ૮૦ ગામમાં હજી સુધી અંધારપટની સ્થિતિ સર્જાયેલી છે, જેને લઈને પીજીવીસીએલની ૩૪ ટુકડીઓ કામે લાગી દઈ છે. ત્યારે ભાવનગર અને અમરેલીથી ટીમોને બોલાવવામાં આવી છે. ભારે વરસાદને કારણે તંત્ર દ્વારા અંદાજિત નુકસાનનો આંક સવા કરોડ સુધી પહોંચ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

કચ્છનાં સૌથી વધુ ગામ સંદેશા વ્યવહારવિહોણાં બન્યાં છે. બીએસએનએલનો સામખિયાળી પાસે મુખ્ય કેબલ ધોવાઈ ગયા બાદ પાલનપુરથી જોડાણ અપાયું છે. ગ્રામ્ય વિસ્તારના એક્સચેન્જ ચાલુ થઈ શક્યા નથી. ભારે વરસાદને કારણે મોબાઇલ, ઇન્ટરનેટ અને લૅન્ડલાઇન સહિતની સેવાને અસર જોવા મળી રહી છે. બીજી તરફ કચ્છની કેટલીક ટ્રેનોના રૂટમાં ફરેફાર કરવામાં આવ્યો તો કેટલીક ટ્રેનો રદ પણ કરવામાં આવી છે, જે નીચે મુજબ છે.

અબડાસામાં વરસાદના પાણીમાં ડૂબી જતાં બેનાં મૃત્યુ

કચ્છના અબડાસામાં ભારે વરસાદ બાદ નદી-સરોવર નવાં નીરથી લહેરાઈ રહ્યાં છે ત્યારે આજે બે અલગ-અલગ વરસાદી દુર્ઘટનામાં એક કિશોર અને આધેડનો ભોગ લેતાં સચરાચર વરસાદનો ઉલ્લાસ માતમમાં ફેરવાઈ ગયો હતો. જખૌના આશીરા વાંઢમાં ૧૨ વર્ષનો એક કિશોર તળાવમાં ડૂબી જતાં મૃત્યુ પામ્યો હતો. મૃત્યુ પામનાર અયુબ જત સવારે ઢોર ચરાવવા ગયો હતો અને તળાવમાં નાહવા ગયો ત્યારે ડૂબી ગયો હતો. આજે બપોરે બે વાગ્યે તળાવના પાણી પર તેનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. બનાવ વિશે જખૌ પોલીસે તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચો : ફરી આવશેઃ 14-15 ઓગસ્ટે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી

બીજી તરફ ઉકીરમાં નદીના વહેણમાં તણાઈને ડૂબી જતાં ૫૮ વર્ષના હમીર રબારી નામના આધેડનું મોત નીપજ્યું છે. મૃત્યુ પામનાર હમીરભાઈ સવારે વાડીએ ગયા હતા અને પાછા ફરી રહ્યા હતા ત્યારે તણાઈ ગયા હોવાનું વાયોર પોલીસે જણાવ્યું છે.

kutch gujarat Gujarat Rains