કચ્છના આશાપુરા માના મઢ દ્વારા નવરાત્રિ ઉત્સવની સૂચિ જાહેર કરાઈ

10 July, 2020 11:29 AM IST  |  Kutch | Mumbai correspondent

કચ્છના આશાપુરા માના મઢ દ્વારા નવરાત્રિ ઉત્સવની સૂચિ જાહેર કરાઈ

આશાપુરા માતા મંદિર

કચ્છના લખપત તાલુકામાં આવેલા આશાપુરા માના શ્રી માતાજીના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા આસો નવરાત્રિના ઉત્સવની સૂચિ જાહેર કરવામાં આવી છે.

ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલી અખબારજોગ યાદીમાં કહેવાયું હતું કે અનેક ભક્તો બહારગામથી દર્શને આવતા હોવાથી તેમને રેલવે-ટિકિટો કઢાવવામાં આસાની રહે એથી નવરાત્રિના ૪ મહિના પહેલાં જ ટ્રસ્ટ દ્વારા મહોત્સવની તારીખો જાહેર કરાઈ છે. જોકે આ વખતે કોરોના માહામારીને કારણે ઉત્સવોની ઉજવણી જે-તે વખતની પરિસ્થિતિ મુજબ સરકારી ગાઇડલાઇન મુજબ કરવામાં આવશે એથી ફક્ત તારીખોની જાણ આ મુજબ કરવામાં આવી છે. 

ઘટસ્થાપન ૧૬ ઑક્ટોબર, નવરાત્રિ આરંભ ૧૭ ઑક્ટોબર, જગદંબા પૂજા ૨૩ ઑક્ટોબર, હવનનો પ્રારંભ ૨૩ ઑક્ટોબર, હવનની પૂર્ણાહુતિ ૨૩ ઑક્ટોબર, પતરી (જાતર)૨૪ ઑક્ટોબરે આયોજિત કરાશે.

kutch gujarat lockdown