નલિયા 3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેરઃ બે દિવસ હજી ઠંડી પડશે

10 January, 2020 10:07 AM IST  |  Gandhinagar

નલિયા 3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેરઃ બે દિવસ હજી ઠંડી પડશે

નલિયા 3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાનમાં સક્રિય થયેલું સાઇક્લોનિક સર્ક્યુલેશન આગળ વધ્યું છે. એની સાથે ઉત્તર-પૂર્વથી ઉત્તરના ઠંડા પવનોનું જોર વધતાં અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડતાં ઠંડીનો ચમકારો વધ્યો છે. અમદાવાદ સહિત ગુજરાતભરમાં લઘુતમ તાપમાન પાંચથી ૮ ડિગ્રી ગગડતાં લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. નલિયા ૩ ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડું શહેર બન્યું છે. આમ આજનો દિવસ ઠંડીની સીઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. અમદાવાદમાં વહેલી સવારથી ઠંડા પવન હજી યથાવત છે. ભારે પવનથી લોકો ઠૂંઠવાઈ રહ્યા છે. જોકે આગામી ૪૮ કલાકમાં હજી તાપમાન ગગડવાની શક્યતા હોવાથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.

આ પણ વાંચો : ગુજરાત : વાપીમાં 10 મિનિટમાં 10 કરોડની લૂંટથી ચકચાર

ઠંડા પવનોની અસરોથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો પાંચથી ૮ ડિગ્રી ગગડ્યો છે. સમગ્ર રાજ્યમાં ૩ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું હતું. ત્યાર બાદ ભુજ- ૮, રાજકોટ- ૯, કંડલા ઍરપોર્ટ- ૮, ડીસા- ૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં તાપમાન વધ્યું હતું, જ્યારે આજથી ગુજરાતમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે.

gandhinagar gujarat